________________
કરવાનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ. આમ વિચાર કરી રાજા ઋતુપર્ણ એક દાનશાળા બંધાવી, અને તેના નિયામક તરીકે દમયંતીની નિમણુંક કરી. તેને હસ્તક પુષ્કળ દ્રવ્ય સેપ્યું. દમયંતી પણ પૂર્ણ પ્રેમથી પાત્ર પારખીને દાન દેવા લાગી.
એક દિવસ પિંગળ નામને એક ચેર દાનશાળામાં ઘુસી ગયો. દ્રવ્યની ચોરી કરતાં રાજપુરૂષોએ તેને પકડ; અને તેને સખત રીતે મારવા લાગ્યા. દમયંતીએ ચારને છોડાવી તેને સદુપદેશ આપી ફરી આવું કામ ન કરવા સમજાવ્યું. ચાર પણ તે દિવસથી ચોરી કરવાનું મૂકી દઈ સત્સંગતિમાં લાગી ગયું અને તે દિવસે વૈરાગ્ય આવતાં ત્યાગી બન્યું.
બીજી બાજુ નળ-દમયંતીના સ્વદેશ ત્યાગના દુખદ સમાચાર મળતાં રાજા ભીમરથે તેમની તપાસ કરવા ચારે બાજુએ અનુચર દોડાવ્યા. એક દૂત ફરતે ફરતે અચળપુર આવી દાનશાળામાં વિશ્રામ લેવા બેઠે. ત્યાં તેણે દમયંતીને ઓળખી. તેને ખૂબ હર્ષ થયા. આ વાતની તેણે રાય ઋતુપર્ણને જાણ કરી. “આ તે આપણું ભાણેજી” એમ કહેતાં તુપર્ણ અને ચંદ્વયશા તેડી આવ્યાં. દમયંતીને હદય સરસી ચાંપી. દમયંતીની ભાળ લાગ્યાના સમાચાર કુંઠિનપુર કહાવ્યા. બાદ થોડા દિવસ ભાણેજને હેતપૂર્વક રાખી કેડિનપુર મેટા પરિવાર સાથે રવાના કરી.
પુત્રીને જોતાં માતાપિતા તે ઓછાં ઓછાં થઈ ગયાં. તેમની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહેવા માંડી. દમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com