________________
૧૫
એટલામાં ત્યાંના રાજા ઋતુપર્ણની રાણી ચંદ્રયશાની એક દાસી જળ ભરવા આવી. તેણે પાછા ફરતાં અંતપુરમાં ચંદ્રયશાને વાત કરી કે “માતાજી માને ન માને પણ કઈ ઉંચા કુળની અનાથ સ્ત્રી તળાવની પાળે આવીને બેઠી છે. આપ કહો તે તેડી લાવું.” આજ્ઞા મળતાં દાસી દમયંતીને રાજમહેલમાં તેડી લાવી. ખરી રીતે તે ચંદ્રયશા દમયંતીની માસી થાય પણ તેના બળા થઈ ગયેલા શરીરથી અને તેની ભખારી જેવી દશાથી કેને તેનું ઓળખાણ ન પડયું.
રાણી ચંદ્રયશાએ તેને ખુબ આદરપૂર્વક બેલાવી પિતાની પાસે જ રાખી. ખરેખર દુઃખની વખતે સહાય કરે તે જ મહાપુરૂષ છે, અને તે જ સાચાં સગાં છે.
થોડા દિવસમાં દમયંતીએ પિતાના સદ્દગુણેથી અને શીળા સ્વભાવથી સાનાં મન વશ કરી લીધાં. જો કે તેને જુવે તે તેના સ્નેહાળ સ્વભાવથી વશ થઈ જાય. રાજા ઋતુપર્ણ અને રાણું ચંદ્રયશાએ તે તેને પોતાની દીકરી તુલ્ય જ ગણી.
એક દિવસ રાજા ઋતુપર્ણને વિચાર થયે કે મારા રાજ્યભંડારમાં આટલું બધું દ્રવ્ય છે તે મારે એક "ાન"શાળા બંધાવવી અને સત્યને દાન આપવું. કારણ કે લક્ષ્મીને સાચે સદુપયેાગ દાન કરવામાં જ છે. ભેગવિલામાં અને પિતાના સ્વાર્થ માટે તે સર્વ લેકે દ્રવ્ય વાપરે છે પણ પરોપકારાર્થે અને અન્યના ઉપયોગમાં જે * લક્ષમી કામ આવે છે તેને જ બરાબર ઉપગ કર્યો ગણાય છે. સદ્કાર્યમાં લક્ષ્મી વાપરવી એ જ લક્ષ્મી સંપાદન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com