________________
૧૩
છેવટે તે થાકીને બેઠી. પ્રભાત થતાં પિતાના ચીરના છેડા પર તેને લોહીના ડાઘ જેવું કંઈ જણાયું, જરા બારીકાઈથી જોતાં લોહીથી લખાયેલા નળના જેવા અક્ષર લાગ્યા. તે વાંચવા લાગીઃ “હે પ્રિયતમે, હું પરદેશ જાઉં છું. જે વડ નીચે આપણે સુતાં હતાં તે વડ આગળથી જમણા હાથને રસ્તે કેડિનપુર જાય છે, અને ડાબા હાથને કેશલ દેશે જાય છે. તેને ઠીક પડે ત્યાં જજે. અને મનને આનંદિત રાખજે. હું જાઉં છું પણ સેવકની પેઠે મારું હૃદય તારી પાસે મુક્ત જાઉં છું. શહેરમાં કે જંગલમાં, વહાલાં કદિયે ભૂલાતાં નથી. શ્વાસની પેઠે તે સાંભરે છે. તું એમ ન જાણશ કે દર વરું છું એટલે મારે સનેહ નાશ પામ્યા છે. માત્ર આપણાં નયનને જ અંતર પડયું છે, જીવ તે સાથે જ છે.” - પ્રિયતમના અક્ષર ઓળખતાં તેને સહજ આના થયો. તેની આજ્ઞા પ્રમાણે વર્તવા તેણે નિશ્ચય કર્યો. તેણે વિચાર્યું કે “વનમાં એકલું તે રહેવાય નહીં, કારણ કે વાડ વગરના ખેતર ઉપર અને નાથ વગરની સ્ત્રી ઉપર સે કઈ નજર કરે છે, એટલે મારે કેઈને આશ્રય તે જોઈએ જ. લતા, પંડિત અને વનિતા આશય વિના ટકતાં. જ નથી. સ્ત્રીએ કાંતે પિયર કે કાંતે સાસરે રહેવું જોઈએ. પણ નાથ વિના સાસરે જવું મને ઘટતું નથી. કારણ કે પતિ વિના સ્ત્રીનાં સન્માન થતાં નથી. સાસુ, સસરા, જે કે હીયર સૈ કઈ પતિના લીધે જ સગાઈ રાખે છે. માટે પતિ વિનાની સ્ત્રીને એક પીયરજ માત્ર આધાર છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com