________________
આમ્રવૃક્ષ ઉપર ફળ લેવા ચઢી છું, ત્યાંથી એકદમ પી ગઈ. આ સ્વપ્ન જોતાજ તે ઝબકીને જાગી ગઈ. તે સફાળી બેઠી થઈ. “એ પડી, ઝાડ પરથી પડી, મને બચા, પ્રિયતમ બચાવે.” એમ તેણે બૂમ મારી પણ કેણ સાંભળે ? તેણે પથારીમાં જોયું. નળ ન મળે તેણે આજુબાજુ જોયું પણ નળ ન દેખાણે, તે ગભરાઈ. તેનું કાળજુ ધડકવા લાગ્યું. “એ દેવ! અત્યારે આ સમે તમે કયાં છે ? આવે, પ્રાણનાથ ! આવે, મને ના રીબાવે. આ ગરીબને ના સતાવે. તે ઉઠી. વનમાં ફરવા લાગી. તરૂ તરૂને એથે તપાસ કરી. પણ નળ કયાં હાય! તે છાતી ફાટ કરવા લાગી. આંખમાંથી બાર બાર જેવડાં આંસુ જવા લાગ્યાં. તે માથું કુટવા લાગી. વાળ પખવા લાગી. “ નળ નળ ' કહી સાદ દેવા લાગી. પણ નિષ્ફર નળને પત્તો કયાંથી મળે ! જંગલનાં પશુઓ ની ચીસે સંભળાય અને તે વધારે ગભરાય. તે બોલવા લાગીઃ “હે નૈષધનાથ આવે. મને કહો કે મારે શું વાંક પડે? મને ગરીબડીને શા માટે ત્યજી ગયા. હા દેવ! - તમને મુજ રાંકની એટલી પણ દયા ન આવી?”
દમયંતીનું કારમું હયાફાટ રૂદન જોઈને વનનાં પશુ પક્ષીઓ પણ રેવા લાગ્યાં. વનની વનસ્પતિ પણ જાણે રેતી હોય તેમ ભાસ થયે. આકાશમાં મેઘલે પણ ચઢી આવી ગર્જના કરી જાણે નળને ઠપકે દેતો હોય તેમ લાગ્યું. વીજળીને ચમકાર કરી નળને શોધવામાં દમયંતીને મદદ કરી, પણ અભાગીયાના રત્નની પેઠે નળ ન મળે -તે ન જ મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com