________________
પણ તે તે મને છોડવાની જ ના પાડે છે. તેને કેમ કરી દૂર કરવી ? હા એક રસ્તે છે. તેને ત્યાગ કરું એટલે તે એની મેળે કુલિનપુર જશે અને કંઈક સુખમાં પડશે ત્યારે શું એને ત્યાગ કરું? ના,ના, કેટલે ભયંકર વિચાર ! કેટલી દયાહીનતા ! બિચારીએ મારી સાથે આવવા કેટલો કલ્પાંત કર્યો અને હું કૂર બની તેને ત્યાગ કરું? એ ભગવાન મને સન્મતિ સુઝાડ! કઈ રસ્તે સુઝત નથી! હા, હા, તેને ત્યાગ કર્યા વિના છૂટકે જ નથી. તે પિતે તે મને રાજી ખુશીથી છોડશે જ નહિ. બસ ત્યારે એજ નિશ્ચય! અરે મારામાં ગાંડપણ તે નથી આવ્યું ! આવી પ્રેમાળ પત્નીને તે ત્યાગ કરાય ? મારા જીવજ કેમ ચાલે! નળ! નળ! તું મૂÈ છે. તું પ્રેમ વિનાને છે. તું પાગલ છે. સતીને ત્યાગ કરવાને તને વિચાર જ કેમ આવ્યો? પણ ના, એનું દુઃખ મારાથી જેવાશે નહિ. ભલે વિરહ સહન કરીશ, પણ તેને દુઃખથી કરમાઈ જતી તે હું નહીં જ જોઈ શકું. ત્યાગ, ત્યાગ એજ છેવટનો નિશ્ચય. કાળજા જરા કઠણથા. હદય જરા દુર થા. મન જરા વિચારશન્ય થઈ જા. *
આમ વિચારતે વિચારતે તે બેઠો થઈ ગયો. તેણે ધીમે રહીને પહેલું અધું વસ્ત્ર ફાડયું. નિશ્વાસ મુકો તે નાઠે. હૃદયે ના કહ્યું પણ તેના પગ ચાલવા લાગ્યા. પાછું જુવે ને આગળ ચાલે. તેની આંખમાં અથુ ઉભરાવા લાગ્યાં. પણ નઠોર બની તે નાઠે. પ્રેમમૂર્તિ પ્રિયાને ત્યાગ કર્યો કાળરાત્રિના ભીષણ અંધકારમાં નળે કાળું કામ કર્યું.
આ બાજુ દમયંતીને એક સ્વપ્ન આવ્યું જાણે એક રસાળ અબે ફળે છે તેને એક હાથી ઉપાડે છે હું તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com