________________
સંભળાય અને હયમાં ધ્રાસકે પડે. વાઘ, વરૂ અને સિંહની ભયાનક ગર્જનાઓ સંભળાય, અને કાળજા ફડફડવા માંડે. કાળમીંઢ જેવા અજગરે દેડાડ કરે અને દીલમાં ત્રાસ . વછુટે. જંગલ એટલે જંગલ. ઝાઝાંખશે અને કાંટા વચ્ચેથી પસાર થવાનું, ખાડા ટેકરા ચઢવા ઉતરવાનું. બાપરે આ. જંગલમાં કેમ રહેવાય !
જંગલમાં ચાલતાં ચાલતાં સાંઝ પડવા આવી. અંધારે માર્ગ સૂઝે નહિ એટલે આગળ જવાનું માંડી વાળ્યું. નળ કહે, દેવી ! અહિયાંજ રાત ગાળીએ ને એમ કહી તે
ડાં ફળ ફળાદિ વીણી લાવ્યા. તે ખાઈને પાણી પીધું. સુવાને વખત થયે એટલે પ્રભુપ્રાર્થના કરી. મેટા પુરૂષે પ્રભુનું નામ લઈને સુવે છે અને પ્રભુનું નામ લઈને ઉઠે છે. બન્નેના શરીર પર એક એક કપડું રહેલું હતું તેમાંથી એક પાથર્યું અને એક અધું અધું શરીરે વીંટાળ્યું. કયાં મશરૂમખમલની પિચી લીસી તળાઈઓ અને કયાં કઠણ ખડક પર પાથરવાને એક નાનેશ કાપડને ટુકડે ! કયાં રાજમહેલમાં વસવાં અને કયાં જંગલમાં રાત્રિએ ગાળવી ! નથી સમજાતા આગમ્ય કેયડા! નથી સમજાતી આ ભવિતવ્યતા.
સમ સમ સમ કરતી ભયંકર રાત્રિ વહેવા માંડી. મધ્યરાત્રિ થતાંજ નળ જાગી ઉઠે. તેને વિચાર આવ્યો,
હા દેવ! આ સુકુમાર મૃગલીશી કમળ સુંદરી મારી સાથે કયાં અથડાશે? પરદેશના વિષમ વાસતે શી રીતે સહન કરી શકશે? કડવા સંસારના કડવા ઘૂંટડા તે કેમ પી શકશે? ખરેખર મારી સાથે તેને અથડવવી એ તદન કૂરતા જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com