________________
નળદેવ દમયંતી સાથે વિલાસ માણતાં મુખમાં, દિવસો નિર્ગમન કરે છે. દેશ પરદેછમાં આણ વર્તાવી ન્યાય પૂર્વક રાજ્ય ચલાવે છે. - નળરાજા સર્વગુણને ભંડાર હતે. પણ તેનામાં એક મહા દોષ હતું. તે જુગાર રમવાને ભારે શોખીન હતે. જુગારથી ભલભલા રાજાઓ પાયમાલ થઈ ગયા છે. જુગારથી પાંડેએ પણ રાજગુમાવ્યું, તે નાના માણસને શે હિસાબ ? મહા મહેનતથી કમાએલું ધન જુગારીઓ, એક ક્ષણમાં બેઈ નાખે છે. જગતમાં જુગારીની આબરૂ નથી. તેને કે વિશ્વાસ કરતું નથી. જુગારીને ચોરી પણ કરવી પડે છે. જુગારથી મનુષ્યને સર્વ રીતે વિનાશ થાય છે. આવું જાણવા છતાં નળ જે ડાહ્યો રાજા જુગાર રમતાં ભાન ભૂલી જતે. તેના સર્વ સદ્દગુણે જુગાર રમતી વખતે કે જાણે કયાં સંતાઈ જતા! કેઈ અમંગળ પળે તે પિતાના નાનાભાઈ કુબર સાથે જુગાર ખેલવા બેઠે. દમયંતીને ખબર પડી. તે દેડતી આવી. તેણે કહ્યું “પ્રાણનાથ! આ આપને ન શોભે.”
નળ કહે, “બેસ, બેસ, પુરૂષની વાતમાં સ્ત્રીએ શું જાણે ? તારે માથું ન મારવું.” દમયંતી તે ચુપ રહી. નળને ગળે સતીની શિખામણ ન ઉતરી. શાની ઉતરે ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, નળનું બગડવા બેઠું હતું એટલે તેને દુબુદ્ધિ સુઝી.
તે ધીમે ધીમે ધન દેલત હારી ગયો. કહેવત છે કે, હાર્યો જુગારી બમણું રમે. જેમ નળ પણ હારતે ગમે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com