________________
વધારે હેડ મૂકતે ગયે. પહેલી હોડમાં રાજ્યને આપે ભાર મૂકી દીધે. તેમાં હાર્યો. પછી આખું રાજપાટ મૂકી દીધું. તેમાં પણ નળ હારી ગયો. ખેલ ખલાસ થઈ ગયો. એક પલવારમાં રાજને ધણું રસ્તાને ભિખારી બની ગયો.
કુબર કહેવા લાગ્યો “મોટા ભાઈ! તમે રાજ રિદ્ધિ સઘળું હારી ગયા છે, માટે માત્ર પહેરેલાં લુગડાં સાથે તમારે ચોવીસ કલાકમાં આ દેશ છે ચાલ્યા જવું.” નળ જેવા ટેકીલાને ચોવીશ કલાકની પણ જરૂર ન હતી. તેને તરતજ ચાલવા લાગ્યું. દમયંતી પણ પાછળ ચાલી. ભૂખ્યા અને તરસ્યાં અને ચાલ્યાં.
પાદરે આવી નળે કહ્યું: “ દમયંતી પ્રિયે ! તું પાછી જા. કુબર તને સારી રીતે રાખશે. ત્યાં ન ફાવે તે તારે મહીયર જજે. તારાથી દુઃખ નહિ વેઠાય. તારું સુકુમાર શરીર ટાઢતડકાથી કરમાઈ જશે. ભૂખતરસ તને પીડશે. તું ઘરથી બહાર કદી નીકળી નથી. તારું દુખ મારાથી નહિ જેવાય. પ્રિયે ! મારું માન અને પાછી વળ.”
અરે એ પ્રાણનાથ!” દમયંતી બોલીઃ “આ શું બોલે છે ? જ્યાં તમે ત્યાં હું. જ્યાં શરીર ત્યાં પડછાયો. તમારે દુખ તે માટે સુખ શા કામનું ? તમે પરદેશમાં ભુખે દુખે અથડાવ, અને હું ઘેર બેઠાં સાહ્યબી ભોગવું? ના, પ્રાણનાથ, ના. એ બને જ કેમ? સતીને પતિની સખત એજ પરમસુખ છે. તમને ત્યાગીને હું જીવીજ કેમ શકું સીતાજી ભગવાન રામચંદ્રની સાથે વનમાં ગયાં હતાં તેમ હું પણ આપની સાથે આવીશ. જયાં આપ ત્યાં હું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com