________________
દમય’તીએ સ્નાન કરી કુળદેવીનાં દર્શન કા. શું તેનું રૂપ હતું ? તેનું મુખ જો ચ'દ્રમા જુએ તે ચંદ્રમા લાજે. આખુ ચરીર ચેતનથી થનગનતું હતું. અંગે અંગમાંથી રૂપની ધારાઓ ફૂટતી હતી.
હસ્તમાં પુષ્પની માળા ગ્રહણ કરી સમાન વયની સખીઓ સાથે હુ'સ ગતિએ પગ દેતી તે ચચ વર માંડપમાં આવી. એને જોતાંજ રાજાઓ તેા ઠરી ગયા. દરેક જણ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રમણીરત્ન કાના ભાગ્યમાં લખાયું હશે !
ચિત્રલેખા નામની દમયંતીની એક સખી આગળ આવીને બધા રાજાઓની ઓળખાણ આપવા લાગી. સખી દમયંતિ! આ સુસમારના પ્રતાપી રાજા વ્રુદ્ધિપણું. તેમને ત્યાં લક્ષ્મી અને સરસ્વતી એ પટરાણીઓ છે. તું પણ તેમની ત્રીજી પટરાણી થા.
ક્રમય'તીને આ વર પસદ ન પડયા. સખીઓ સાથે આગળ ચાલી. ચિત્રલેખા કહે, આ ચંપાવતીના શત્રુને હુંફાવનાર શૂરવીર સુખાડુંરાજ. દમયંતી આગળ ચાલી. આ પશિ। િ ચંદ્રવંશી ચદ્રાજ. આ સૂર્યવંશી સામદેવ જેમના વિશાળ સૈન્યના ભારથી શેષનાગ પણ હાલી ઉઠે છે. અને જેના કટકે ઉડાડેલી ધૂળથી સૂક્ષ્મ પણ ઢંકાઈ જાય છે. દમયંતીનું મન હજી પણ ન માન્યું, ચિત્રલેખા કહે, 'આ કેશળ દેશના પાટવીકુમાર દેવકુમાર સમા નળદેવ જેમના ચરણાં સેંકડા સામતા શિર મુકાવે છે, જેમના પ્રતાપથી શત્રુએ કંપે છે, જેમની ચતુરંગસેના અન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com