________________
મહેક મહેક થઈ રહ્યા છે. નગરની મદઘેલી યુવતીઓ આજે લટકભેર ઠેર ઠેર ચાલતી નજરે પડે છે. જ્યાં જુઓ ત્યાં ધમાલ અને ઉત્સાહજ જણાય છે. દેશ પરદેશથી સ્વયંવરમાં ભાગ લેવા આવેલા રાજાઓના રથ આમ તેમ ઘુમી રહ્યા છે. અબબેલા અસ્વાર દેડી રહ્યા છે. અંબાડીમંડિત ગજરાજો મંદગતિથી ચલ્યા જાય છે.
ધીમે ધીમે બધા રાજમહાલય તરફ વળવા લાગ્યા. ત્યાં તે આજે આનંદમંગળ વતી રહ્યાં છે. વિજાપતાકા ફરકી રહ્યાં છે. દુદુભી વાગે છે. વાજાના મધુર અવાજેથી વાતાવરણ ગુંજી રહ્યું છે. પાસે જ એક મેટા ભવ્ય મંડપમાં હારબંધ આસને ગોઠવી દેવામાં આવ્યાં છે. રાજાએ એક પછી એક આવ્યે જાય છે. શું બધા રાજાઓને રૂવાબt રેશમી કપડાં, જરીના સાફા, રત્નજડિત આભુષણેને ચમકતી તલવારે! બધા સજજ થઈ આસન પર બેઠા છે. યુવાન અને ઘરડા બધાને દમયંતી પરણવાના કેડ છે. કોઈ કહે, મારું કુળ મેટું એટલે દમયંતી મને પરણશે. કોઈ પિતાના બળપર આસીન છે તે કાઈપોતાના રૂપાવન પર મુસ્તાક છે. હમયંતી પિતાના ગળામાં વરમાળા આપે એવું બધા ઈચ્છે છે. અરે કેટલાક ગાલબેસી ગએલા ઘરડા રાજાઓએ તે હેમાં પાનના ડુચા ઘાલી ગાલ ફુલેલા રાખ્યા છે. બેખા રાજાઓએ બનાવટી દાંત બેસાડી દીધા છે. આમ દમયંતીને પરણવા બધા તલપાપડ થઈ રહ્યા છે. અયોધ્યાપતિ નિષધરાજ પણ પિતાના નળદેવ અને કુમાર નામના પુત્ર સાથે બિશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com