________________
વાસુદેવનું એક પારધિને હાથે જંગલમાં મરણ થયું! કર્મસત્તા આગળ સર્વ સત્તા પાણી ભરે છે, માટે તમારી આ ભાવના જરૂર સમચિત છે. મુનિરાજ કહે, પણ તમે સાચી શાંતિના મુદ્દાઓ જાણે છે? આ રાજપાટ, માલ મીલ્કત, ઘરબાર, સગાંસંબંધી, વગેરે ત્યાગવાં પડશે. શીયાળાની કડકડતી ટાઢમાં કે ઉનાળાને ખરે બપોરે ઉઘાડે પગે ગામેગામ વિહાર કરે પહશે, જીવન સુધારણા માટે જ દેહ ટકાવવા ઘેર ઘેર ફરી આણેલું ભેજન આગવું પડશે, દેહ ઢાંકવા પુરતાં જ વસ્ત્રો ઘેર ઘેર ફરી માંગી લાવવાં પડશે, સર્વ છે ઉપર એક સરખી ભાવના રાખવી પડશે, વેર ને વહાલ દૂર કરવા પડશે. ક્ષમાને આગળ કરી અપમાન, તિરસ્કાર, ઉપદ્ર, વગેરે સહન કરવા પડશે. જીવન સુધારણા તથા દુનિઆના દુખેથી ટળવળતાને સાચે શાંતિનો માર્ગ બતાવો એ જ તમારા જીવનનું ધ્યેય થશે.
ભગવન! એ મુલ્ય દેવા અમે તૈયાર છીએ. ” અને કહ્યું.
મુનિરાજ–તમે તૈયાર છે? તે પ્રથમ તમારી રાજ્યલક્ષ્મીને સદુપગ કરે. અનાથ, નિરાધાર, દુઃખીજનેને ઉદ્ધાર કરે, છાત્ર શાળાઓ, જ્ઞાન શાળાએ બંધાવે, સાત ક્ષેત્રેને ઉદ્ધાર કરે ને નીચેના પંચ મહાવ્રત અંગીકાર કરી સાચી શાંતિના પંથે વળે.
(૧) હું કદી કોઈ પણ જીવની હિંસા કરીશ નહિ. (૨) હું કદી જુઠું બેલીશ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com