________________
(૩) હું કદી ચોરી કરીશ નહિ. () સદા બ્રહ્મચર્યનું પાલન કરીશ.
(૫) માત્ર જીવનસુધારણા માટે જ દેહ ટકાવી રાખવા ઓછામાં ઓછી વસ્તુઓ ગ્રહણ કરીશ.
મહાત્માએ બતાવેલા માર્ગ મુજબ પાંડેએ આચરણ કર્યું. બંદીખાને પહેલા કેદી વિગેરેને છુટા કર્યા ને તેવા લોકેને સુધારવામાં તથા બીજા અનેક ધર્મ કાર્યોમાં રાજલક્ષ્મી વાપરી.
પછી મહામુનિ ધર્મશેષ પાસે પાંચ મહાવ્રતે અંગીકાર કર્યું, ને જુદા જુદા સ્થળોએ વિહાર કરવા લાગ્યા.
એમ જીવન સુધારણા કરતા કરતા તથા દુખેથી તપેલા જીવને શાંતિને માર્ગ બતાવતા બતાવતા પાંડે ટ્રિપદીસહ સિદ્ધાચલગિરિ પધાર્યા ને ત્યાં આત્મધ્યાન ધરતા ધરતા મેક્ષે ગયા.
ભારતવર્ષના મહાન યુદ્ધવીર અને ધર્મવીર પ્રતાપી પાંડે તથા મહાસતી દ્રૌપદીએ જગતમાં અખંડ કીર્તિ ફેલાવી પિતાનાં નામ અમર કર્યા છે. તેમની ધર્મકીર્તિને પવિત્ર યશ સિદ્ધગિરિ ઉપર આજ સુધી ગવાઈ રહ્યો છે. અને મહાસતી દ્રૌપદી પાંચ પાંચ પતિની પત્ની એક જ ધ્યેયવાળી આર્યલલનાઓની આદર્શ બની છે.
મહાસતી દ્રૌપદી ! તને અમારાં હજારે વંદન .
- જળમંદિર પાવાપુરીનું સુંદર ત્રિરંગી ચિત્ર
કિમત ફક્ત બે આના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com