________________
: ૧૩: એક પવિત્ર સ્થાનમાં એક મહામુનિ બેઠા બેઠા આત્મધ્યાન કરી રહ્યા છે. તેમના મુખપરની શાંતિ ત્યાં બેઠેલા સર્વ પ્રાણીઓના હૃદયમાં શાંતિ પ્રેરે છે. જાણે તે આખા સ્થળમાં શાંતિનું જ રાજ્ય હોય તે દેખાવ થઈ રહ્યું છે.
એ વખતે પષદામાં બેઠેલા યુધિષ્ઠિરે ઉભા થઈ કહ્યું ભગવન્! અમને સાચી શાંતિને માર્ગ બતાવે.
મુનિરાજ બેલ્યાઃ યુધિષ્ઠિર ! જે રાજ્ય માટે તમે, રાજા દ્રુપદ, મહાવીર દષ્ટધુન અને તમારા વ્હાલા પુત્રે હેમ્યા, કૌરવકુળને નાશ કર્યો, લાખે દ્ધાઓના પ્રાણ લીધા ને કરડે સ્ત્રી બાળકને અનાથ બનાવ્યા તેને આટલે સત્વર ત્યાગ કેમ ઈકો છે?
યુધિષ્ઠિર– ભગવન! વનવાસના દુખે કરતાં યુદ્ધ સારૂ લાગતું, પણ આજે તે યુદ્ધેય જોઈ લીધું ને સામ્રાજ્યેય જોઈ લીધું. દુનિયાની ચાર દિવસની સત્તા માટે કરેડાના ગળાં કપાવ્યાં ! હાય ! શાંતિનાં ફાંફાં માર્યા, પણ સાચી શાંતિ ન મળી. સમય વીતતાં કાળને દૂત આવી હાજર થશે. લેહીથી ખરડાએલી આ સત્તા ને રાજ્ય અહીં રહેશે, ને કરેલ કાર્યો માટે તૈયાર થવું પડશે. માટે ભગવાન ! અમને સત્વર શાંતિનો માર્ગ બતાવે.
ભીમે કહ્યું બરાબર છે. શ્રીકૃણ જેવાને પણ કાળે છેડયા નથી તે અમારી નજરે જોયું. દ્વારકા જેવી સૂવર્ણમય નગરીને નાશ થયે, ને શ્રી કૃષ્ણુ જેવા બળવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com