________________
૨૫
બન્યાં. છેવટે પાંડવોને વિજ્ય મળે. હસ્તિનાપુરની ગાદીએ મહારાજા યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા.
હજુ સતી દ્રૌપદીના ભાગ્યમાં સુખ સરજાયું ન હતું.
અમરકંકના રાજા પદ્મનાભે કેઈના મઢે દ્રૌપદીના સૈદયનું વર્ણન સાંભળ્યું ને તે મહિત થયે, એક વખત લાગ જોઈ તેને પિતાની નગરીમાં વિદ્યાના બળે ઉપાડી લાવ્યો ને પિતાની સાથે પરણવા માંગણી કરી. સતીએ સમય વિચારી રાજાને કહ્યું કે છ માસ પછી મારો શેક શમશે એટલે જવાબ આપીશ. પણ તે સમય દરમ્યાન તમે દબાણ કરશે તે હું આપઘાત કરીશ.
એક માસ પૂરો થતાં પહેલાં તે શ્રી કૃષ્ણ તથા પાંડે પદ્મનાભ પર ચડાઈ લઈ ગયા ને પદ્મનાભને હરાવી સતીને છોડાવી લાવ્યા.
પછી જ્યારે પાંડવે હસ્તિનાપુર તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે માર્ગમાં યુધિષ્ઠિરે દ્રૌપદીને પૂછયું કે તમે પદ્મનાભને છ માસને વાયદે શા આધારે આ હતે? કદી અમે છ માસમાં ન આવી પહોંચ્યા હતા તે તમે શું કરત?
સ્વામી! તે વખતે મેં મારા મનમાં ચિંતવ્યું હતું કે છ માસમાં મારા પતિ મને અહીં આવી નહીં લઈ જાય તે પછી અણુશણુવ્રત લઈ હું મરણ પામીશ.
આ સાંભળી યુધિષ્ઠિર, કૃષ્ણ વગેરેએ સતીના , ખુબ વખાણ કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com