________________
શાંતિ થઈ નથી, થવાની નથી, થશે નહિ. તમે તમારા શત્રુના ગળા કાપે, તેને પુત્ર તમારા ગળા કાપે, તમારે પુત્ર તેનું ગળું કાપે એમ પરંપરા ચાલ્યાજ કરવાની ને ? ક્ષમા ને શાંતિ બે સંકળાએલા છે. ક્ષમા વગર કદી સાચી શાન્તિ સંભવતી નથી. પણ મને જરૂર લાગે છે કે અનુભવ થયા વગર તમે આ મારી વાતને માન્ય કરવાનાજ નથી. તેમજ વિધિએ જે નકકી કર્યું હશે તે મારા જેવા હજારે યુધિષ્ઠિર પણ ફેરવવા સમર્થ નથી તે હવે મુદત પૂર્ણ થયે તમારી ઈચ્છામાં સાવે તેમ કરવા તમને રજા આપીશ. ત્યાં સુધી કાંઈ ઉત્પાત ન કરવા હું તમને વિનવું છું.
આમ પાંડેને વનવાસનાં દુઃખ વેઠતા બાર બાર વર્ષનાં હાણાં વહી ગયા. હવે તેરમાં વર્ષમાં પ્રવેશ થયે છે. આ આ વર્ષ ગુપ્ત રીતે પસાર કરવાનું છે. તે વિરાટ નગરમાં ગાળવાનું નક્કી થયું. વિરાટ નગરના શમશાનમાં એક ખીજડીના વૃક્ષ પર તેઓએ પિતાના હથિયાર સંતાડયાં. કુતિમાતાને કોઈ એક ગુપ્ત ગૃહમાં રાખ્યા પછી જુદી જુદી જાતના વેષ લઈ વિરાટ રાજાના દરબારમાં ચાકરી કરવા રહ્યા.
વિરાટપતિના દરબારમાં યુધિષ્ઠિર કંકનામે પુરહિત થઈ રહ્યા. ભીમસેન વલવ નામથી રસોડાને ઉપરી બન્યા. અર્જુન વૃહની નામે થંડલ બની જનાનામાં સંગીત વિદ્યાને શિક્ષક બન્યા. સહદેવ ગવંદને ઉપરી બન્યો અને દ્રૌપદી વિરાટ રાજાની મહારાણી સુદેણાની સરંધ્રી નામની દાસી થઈને રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com