________________
૧૭
નિની સલાહ લઈ તમને હેરાન કરવા અત્રે આવે તેવે સંભવ છે. તેથી વિદુર કાકાએ મને ચેતવણી આપવા અત્રે માકલ્યા છે.
આ સાંભળી ટ્રીપદીનું લેાહી ઉકળી આવ્યું. તે મેલી: પ્રિયંવદ ! દુષ્ટ દુર્વાંધને કપટ કરી પૃથ્વી જીતી લીધી, મારે ચાટલા પડી રાજસભામાં ઘસડી આણી, મારૂં ભયકર અપ માન કર્યું ને છેવટે વનવાસ દ્વીધે તે પણ હજી તે શાંત થતા નથી ! જો, જો, આ તારા રાજકુમાર બંધુઓની સ્થિતિ તે જજે, તેમના શરીર પર શું પહેરેલું છે ? જ*ગલનાં વલ્કલ ! આ રાજમાતા કુતિ ભૂમિની કંઠાર શય્યા પર સુવે છે ! જેના એક શબ્દે હજારો સેવક દોડતા આવે તે આ રાજકુટુંબ ભિક્ષુકની જેમ પેાતાના નિર્વાહ કરે છે ! છતાં મહારાજા યુધિષ્ઠિર તેા ક્ષમાનાજ મા શીખવે છે.
ભીમસેનને તે આવું જોઈતુંજ હતું તે ગયે.
“ મોટા ભાઇ ! ક્ષમાની હદ હાય છે. તમારી આજ્ઞાજ મને અટકાવી રહી છે. આ પછી આ સ્થિતિ કરતાં તે મરવું વધારે સારૂં, તમને તમારી પ્રતિજ્ઞાભંગની શંકા રહેતી હોય તે મને અને અર્જુનને જવાદો. હું તમને વિનયપૂર્વક જણાવી દઉં છું કે, જે તેદૃષ્ટા અત્રે આવશે તે! હું હવે વધારે વાર સહન કરનાર નથી. તે ગવે ચઢેલા દુર્યાંધનની સાન ઠેકાણે લાવીશ.
ભાઈ ! આપણે ક્ષત્રિયપુત્રો છીએ. વચનથી બંધાચેલા છીએ. આપણું વચન જાય તે ક્ષત્રિયવટ લાજે. યુદ્ધ કરી તમારે શાંતિ મેળવવી છે ? લેહી રચે કદી સાચી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com