________________
૧૧
તરત જ પાંડવાએ કપડાં બદલી લીધાં. દુઃશાસન—કેમ તું બદલે છે કે નહિ ? દ્રોપદી—હું રજસ્વલા છું. મેં એક જ વસ્ત્ર પહેર્યું છે. ભરસભામાં હું કપડાં ન જ બદલી શકું.
દુઃશાસન——તારૂં વાચાલપણું છેડી દે ને આજ્ઞાના
અમલ કર.
દ્રૌપદી- આવી દુષ્ટ આજ્ઞાના અમલ નહિ જ થાય. હવે દુઃશાસનની ધીરજ ખુટી ગઈ હતી, તેથી દ્રૌપદીએ પહેરેલું ચીર ખેંચવા લાગ્યા.
આખી સભા સ્તબ્ધ બની ગઈ. પાંડવા તા દાસ અનીને બેઠા હતા નહિ તા એક ભીમ જ બધાને પૂરી પડે તેમ હતા. પાંચ પાંચ પાંડવાની પાંચાલીને મચાવનાર મદદ કરનાર આજે કાઈ ન હતું. હાથીના ખળવાળા દુઃશાસન ચીર ખેંચતા હતા ને દ્વીપદી વસ્ત્રને ઝાલી રાખવા મથતી હતી.
દ્રોપદીએ દુષ્ટ દુઃશાસન ! મારા પતિઓની લાચાર સ્થિતિના તું આમ લાભ લેવા માંગે છે ? પણ તને તથા સ સભાજનાને અરે ! આખી દુનિઆને આજે હું બતાવું છું કે સતીને કાઈના શરણુની-કાઇની મદદની જરૂર નથી.
આત્મદેવ ! સાવધાન થા ! તૈયાર થા. આજે દ્રુપદ સરખા મહારાજાની પુત્રી, દૃષ્ટદ્યુમ્ન સરખા વીરની ભગીની ને પાંચ પાંચ વીરાની પત્ની દ્રોપદી અનાથ છે! તેની લાજ તારે હાથ છે. પ્રકાશ, પ્રકાશ, પૂર્ણ પણે પ્રકાશ ને દુષ્ટ દુઃશાસનને અરે ! આખી સભાને સતીના તેજ જોવા દે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com