________________
હું ધારીશ તે કરી શકીશ. યુધિષ્ઠિરને પાસા રમવાને ઘણે શેખ છે માટે તેને જુગાર રમવા આમંત્રણ કરીએ. પછી તે આપણે છીએ અને એ છે. ધારેલી મુરાદ પાર પાડતાં જાએ વાર નહિ લાગે. પણ આ બધું કરતાં પહેલાં તારે આ બાબત તારા પિતાની સંમતિ મેળવવી પડશે. પુત્રનેહથી તે તેમને એવા તે ગાળી નાંખજે કે તે તારી માગણી કબુલ રાખે. | દુર્યોધન ભલે મામા! આ સર્વ રમત પાર ઉતારવાનું હું મારે માથે લઉં છું.
હસ્તિનાપુરના સભામંડપમાં સામસામા બે પક્ષો જુગારના રસે ચડ્યા છે. એવામાં મહાપ્રતાપી ભિષ્મ વચ્ચે બલી ઉઠયા ' યુધિષ્ઠિર ! બસ કરે. જ્યાં સુધી રમતને માટે રમત રમાતી હતી ત્યાં સુધી ઠીક હતું પણ હવે તે તમે ઉન્મત્ત થઈ રાજ્યપાટ હારવાની બાજી લઈ બેઠા છે, તે ઠીક નથી. તમારા જેવા સત્યવાદી ને ચતુર પુરુષ જુગાર રમવામાં રાજપાટ હારે તે દુરાચારીઓએ કેને ધડ લે? એક જ વાસણમાં અમૃત ને ઝેર રહી શકે? બંધ કરે, બંધ કરે, રાજન્ ! હવે જુગાર બંધ કરે. નહિ તે ક્ષણમાં તમારી પાયમાલી થશે. * પણ “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.” રાજા યુધિષ્ઠિરને માથે આફત ઉતરવાની હતી, તે ન જ સમજે. હાર્યો જુગારી બમણું રમે. તેણે જર, ઝવેરાત, નગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com