________________
- અહીં લિભદ્રની સાતે બહેન સાથ્વી થઈ હતી. તેમણે સમાચાર સાંભળ્યા કે યૂલિભદ્રજી શાસ્ત્રનો અભ્યાસ કરી પાછા ફરે છે. તેથી વંદન કરવાને તેઓ શ્રી ભદ્ર બાહ સ્વામી પાસે આવી. વંદન કરીને તેમણે પૂછયું: ગુરુ મહારાજ ! સ્થૂલિભદ્રજી ક્યાં છે! શ્રી ભદ્રબાહ કહે, પાસેની ગુફામાં જાવ, ત્યાં ધ્યાન ધરતા બેઠા હશે. તેઓ
સ્થલિભદ્રને મળવા ગુફા તરફ ચાલી. યૂલિભદ્ર જોયું કે પિતાની બહેને મળવા આવે છે એટલે શીખેલી વિદ્યાને પ્રભાવ બતાવવા સિંહનું રૂપ ધારણ કર્યું. યક્ષા વગેરે આવીને ગુફામાં જુએ તો સિંહ તે આશ્ચર્ય પામી: આ શું? શું કઈ સિંહ સ્થલિભદ્રને ખાઈ ગયે? તેઓએ પાછા આવીને ભદ્રબાહુ સ્વામીને સઘળી હકીકત જણાવી. ભદ્રબાહુ સ્વામીએ પિતાના જ્ઞાનથી જાણ્યું કે સ્થૂલિભદ્ર પિતાની વિદ્યા બતાવી. તેમણે સાધ્વીઓને કહ્યુંઃ ફરીથી તમે જાવ. સ્થલિભદ્ર તમને મળશે. યક્ષા વગેરે પૂરીને ગયા. ત્યારે સ્કૂલિભદ્ર પિતાના મૂળ રૂપમાં બેઠા હતા. અરસપરસ સહુએ શાતા પૂછી.
હવે બાકી રહેલે શાસ્ત્રને થેડે ભાગ શીખવા સ્યુલિભદ્રજી ભદ્રબાહુ સ્વામી પાસે ગયા ત્યારે તેમણે કહ્યું તમને હવે શાસ્ત્ર શીખવાડાય નહિ. તેને માટે તમે લાયક નથી. સ્થલિભદ્ર વિચારવા લાગ્યા એ મારો શો અપરાધ થયે હશે ? વિદ્યાના બળથી પિતે સિંહનું રૂપ લીધેલું તે યાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com