________________
૧૯
આવ્યું. તેઓ નમી પડયા ને મેલ્યાઃ મારી ભૂલ થઈ. હવે એવી ભૂલ નહિ કરૂં. ભદ્રબાહુ સ્વામી કહે, “ પણ હવે મારાથી તમને અભ્યાસ કરાવાય નહિ.” છેવટે સધે મળીને વિનતિ કરી ત્યારે ભદ્રબાહુ સ્વામીએ બાકીના ભાગ ભણાન્યા. પણ તેના અર્થ શીખવ્યા નહિ.
સ્થૂલિભદ્રજી સર્વ શાસ્ત્રના જાણકાર થયા. એમના પછી કહેવાય છે કે ફાઇ બધા શાસ્ત્રના જાણકાર થયા નથી.
હવે ભદ્રબાહુ સ્વામીનું મરણ પાસે આવ્યું. તેમની જગા સાચવનાર અત્યંત ખાહાશ ને જ્ઞાની સાધુ જોઇએ. તે થૂલિભદ્ર હતા. તેથી તેમને પાટે બેસાડયા ને પોતે શાંતિથી ધ્યાન ધરતા ધરતા મરણ પામ્યા.
ભદ્રબાહુ સ્વામીનું નામ આજે પણ પ્રાતઃસ્મરણીય ગણાય છે. પ્રાતઃકાળમાં ઉડીને ભરહેસર બાહુબળીની સજ્ઝાય ખેલતાં તેમનુ નામ લેવાય છે.
પણ્ પમાં વંચાતું અત્યંત પવિત્ર કલ્પસૂત્ર તેએએજ એક સૂત્રમાંથી જુદું પાડીને બનાવ્યું છે. ખીજા પણ તિબ્રૂ વગેરેના ગ્રંથા રચેલા છે. નમસ્કાર હૈા મહાશ્રુત કેવલી ભદ્રંખાડું સ્વામીને.
>>><
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com