________________
فع
ધીમે ધીમે તે કંટાળીને પાછા ફર્યા. એકલા સ્ફુલિ ભદ્રંજી રહ્યા. તેઓ આઠ વર્ષમાં આઠ પૂર્વ સારી રીતે ભણ્યા. પછી એક વખત ભદ્રબાહુ સ્વામીએ પૂછ્યું કે સ્થૂલિભદ્ર ! તું નિરાશ થયેલા કેમ જણાય છે ? સ્થૂલિભદ્ર કહે, પ્રભા ! હું નિરાશ તેા નથી થયા પણ મને પાઠ બહુ ઓછા લાગે છે. ભદ્રબાહુ સ્વામી કહે, હવે ધ્યાન પૂરૂ થવાને બહુ વખત નથી. ધ્યાન પૂરૂ થયા પછી તું માગીશ તેટલા પાઠ આપીશ. સ્થૂલિભદ્રજી કહે, ભગવન્ ! હવે મારે કેટલું ભણવાનું બાકી છે ? ભદ્રબાહુ સ્વામી કહે, તું એક બિદું જેટલું ભણ્યા છે ને સાગર જેટલું ખાકી છે. સ્થૂલિભદ્રજીએ પછી કાંઇ પૂછ્યું નહિ. ખુબ ઉત્સાહથી આગળ ભણવા મડયા મહાપ્રાણું ધ્યાન પૂરું થયું, સ્થૂલિભદ્રજીને વધારે પાઠ મળવા લાગ્યા એટલે તે દેશપૂ માં બે વસ્તુ ઓછી રહી ત્યાં સુધી શીખી ગયા.
: ૫ :
ભબાહુ સ્વામી નેપાળમાંથી પાછા ફર્યા. સાથે થૂલિભદ્રજી પણ પાછા ફર્યાં. આચાર્ય શ્રી સંભૂતવિષયનુ કાળધર્મ પામ્યા હતા. તેથી તે તેમની પાર્ટ આવ્યા હવે તે યુગ પ્રધાન કહેવાયા. તેઓ વિહાર કરતાં કરતાં પાટલીપુત્ર આવ્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com