________________
ત્રમાં બધા પૂર્વની સૂવ ને અર્થ સાથે ગણના થઈ શકે છે. સુવિઓ પાશ્ચ આવ્યા. સંધને વાત કરી. સંધે એ સાંભળી બીજા બે સાધુઓને તૈયાર કર્યા તે તેમને જણાવ્યું કે તમારે જઈને ભદ્રબાહુ સ્વામીને પૂછવું કે જે સંધની આજ્ઞા ન માને તેને શી શિક્ષા કરવી ? પછી તે કહે કે “સંધ બહાર ” એટલે તમે કહેજો કે સંઘે તમને એ શિક્ષા ફરમાવી છે. પેલા મુનિઓએ જઈને ભદ્રબાહુ સ્વામીને પૂછ્યું એટલે તેમણે જવાબ આ કે સંધ બહાર. પણ સાથે સાથે જણાવ્યું કે શ્રીમાન સંઘે એમ ન કરતાં મારા પર કૃપા કરવી, અને બુદ્ધિમાન સાધુઓને મારી પાસે ભણવા મોકલવા. હું તેમને હંમેશાં સાત વખત પાઠ આપીશ, સવાર, બપોર ને સાંજ તથા ભિક્ષાવેળાએ તે સાંજના પ્રતિક્રમણ પછી ત્રણ વખત. સાધુઓએ શ્રી ભદ્રબાહુ સ્વામીને સંદેશો સંધને પહોંચાડશે. એટલે સંધે પાંચસો સાધુઓને તૈયાર ક્ય.
આ સંધમાં કેશા સ્થાને ત્યાં બાર વર્ષ સુધી પડી રહેનાર ને પાછળથી દીક્ષા લેનાર શહડાળ મંત્રીના પુત્ર શ્રી યૂલિભદ્રજી પણ હતા.
- સાધુઓને શ્રી ભદ્રબાહુ મીએ પાઠ આપવા માડયા, પણ બધા સાધુઓને તે બહુ ઓછા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com