________________
૧૫ - બાર વર્ષનો ભયંકર દુકાળ પડે છે. અન્ન પાણીના સાંસા પડવા લાગ્યા છે. એટલે સાધુએ દક્ષિણ દિશામાં ચાલ્યા ને સમુદ્રના કિનારે આવેલા ગામડામાંથી આહાર પાણી મેળવવા લાગ્યા. વિદ્યા એવી વસ્તુ છે કે જે તેને ફરી ફરીને ફેરવીએ નહિ તે વિસરી જવાય. આ સાધુઓને પણ તેમજ થયું. તેઓ ઘણા શાસ્ત્ર ભૂલવા લાગ્યા. જ્યારે બાર વર્ષનો દુકાળ પૂરે થશે ત્યારે સાધુઓ પાછા ફર્યા ને પાટલીપુત્રમાં બધે સંધ એકઠે થયો. તે વખતે જેને જ સૂત્રો યાદ હતા તે બધાં એકઠાં કરી લીધાં. એમાં અગિયાર અંગે મળી શક્યાં પણ બારમું દષ્ટિવાદ અંગ બાકી રહ્યું. બધા મુંઝાવા લાગ્યા. તે વખતે નેપાળમાં ગયેલા ભદ્રબાહુ સ્વામી યાદ આવ્યા. તે દષ્ટિવાદ અંગ જાણતા હતા. સંઘે બે મુનિને તેમને બોલાવી લાવવા મોકલ્યા. બને મુનિ લાંબા વિહાર કરી નેપાળ પહોંચ્યા. ત્યાં ભદ્રબાહુ સ્વામી દયાનમાં મસ્ત હતા. જ્યારે તે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સાધુઓએ હાથ જોડી કહ્યું કે હે ભગવન! સંધ આપને પાટલીપુત્ર આવવાને આદેશ (હુકમ ) કરે છે. ભદ્રબાહુ સ્વામી એ સાંભળી બોલ્યા હમણાં મેં મહાપ્રાણધ્યાન શરૂ કરેલ છે તે બાર વર્ષે પૂરું થાય છે માટે હું આવી શકીશ નહિ. આ મહાપ્રાણધ્યાનની સિદ્ધિ થવાથી જરૂરને વખતે એક મુહૂર્ત મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com