________________
૧૪
જે તે સૂચવે છે કે રાજાએ ન્યાયનીતિ મૂકીને પ્રજાને હેરાન કરશે. ગમે તેવા કરવેરા નાંખી પૈસા પડાવશે તેરમે સર્વને મહારથને વાછરડાં જોડેલાં જોયાં તેનું ફળ એ થશે કે પવિત્ર ભાગવતી દીક્ષાને મેટી ઉમ્મરના માણસે ગ્રહણ કરશે. બાળપણામાં વધારે દીક્ષા લેશે ને તે પણ ભુખે પીડાતા કે દુઃખે સીદાતા. વળી તે ગુરુને વિનય કરે મૂકી પિતપોતાની મતિએ ચાલશે. ચૌદમે સ્વપિને રાજપુત્રને ઉંટ પર ચડેલો છે તેનો અર્થ રાજાઓમાં સંપ નહિ રહે. પિતાના નેહીઓ સાથે વેરઝેર કરશે ને બીજા જોડે પ્રીતિવાળા થશે. પંદરમે રંવને રનના ઢગલામાં માટી મળેલી જોઈ એ સૂચવે છે કે મુનિએ આગમગત વ્યવહારને છેડી દઈ બાહ્ય આચાર પર વધારે ભાર મૂકશે. એમની રહેણી ને કરણી એક નહિ હોય. સોળમે સ્વને બે કાળા હાથીને લડતા જોયા તે જોઈએ ત્યાં વરસાદ નહિ પડે એમ સૂચવે છે. આ સેળ સ્વનને અર્થ સાંભળી રાજા ચંદ્રગુપ્તને ખુબ દુઃખ થયું. તે ઉદાસ છે. કેટલાકના માનવા પ્રમાણે તેણે આ વખતે પિતાના પુત્રને રાજ સેંપી નિવૃત્તિમાર્ગ સ્વિકાર્યો. - ભદ્રબાહુ સ્વામી પણ બાર વર્ષને ભયંકર દુકાળ પડશે એમ જાણી નેપાળ દેશમાં ગયા ને ત્યાં મહાપ્રાણદયાનનો આરંભ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com