________________
વીર લક્ષ્મણને ખબર પડી એટલે તે પણ જવા તૈયાર થયા. તેમને આ બનાવથી ખુબ લાગી આવ્યું પણ મનને કાબુમાં રાખી માતા કૌશલ્યા તથા સુમિત્રાની રજા લીધી.
રામ સીતા ને લક્ષ્મણ ગામ બહાર નીકળ્યાં. પુર જનેના ટેળેટેળાં તેમની પાછળ ચાલ્યાં. તેમની આંખમાં આંસુ હતાં, હૃદયમાં શેક હતિ. રામચંદ્રજીએ બધાને ખુબ સમજાવી મહા મહેનતે પાછા વળ્યા. શું રાજા ને પ્રજાને સંબંધ!
રામ સીતા ને લક્ષમણ દઢ મનથી ચાલતાં ચાલતાં નદી નાળાં ને જંગલે વટાવા લાગ્યા, એમ કરતાં દંડકારણ્ય નામના ભયાનક જંગલમાં આવી પહોંચ્યા. ત્યાં ગોદાવરી કિનારે એક પર્ણકુટિ બાંધી રહેવા લાગ્યા.
: ૫ :
પાતાલાધીશ ખર રાજાને શંબુક નામે પુત્ર સૂર્યહાસ નામના ખડગની સાધના કરવા દંડકારણ્યમાં આવ્યું હતું. બાર વર્ષ ને સાત દિવસે એ સાધના પૂરી થાય છે. બરાબર એ મુદતમાં એક દિવસ એ હતે. વખત પૂરો થતાં સૂર્યહાસ ખડગ આવીને ઉભું રહ્યું. લક્ષ્મણજીની એ નજરે પડયું. તેમણે કુતૂહલથી એને ઉપાડી લીધું ને એની પરીક્ષા કરવા વાંસની ઝાડીમાં ઘા કર્યો. કેટલાક વાંસ કપાઈ ગયા ને તે જ સાથે શંબુકનું માથું પણ કપાઈ ગયું, ખડગ લેહીથી ખરડાયેલું જોઈ લક્ષમણજીને આશ્ચર્ય થયું. ત્યાં જઈને જુએ તે એક પુરૂષનું માથું કપાયેલું. એમણે આવી રામચંદ્રને બનેલી હકીકત જણાવી.
અહીં શંબુકની માતા ને રાવણની બેન સુપર્ણખા મુદત પૂરી થવાથી પિતાના પુત્રની તપાસ કરવા આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com