________________
આ સાંભળી કૈશલ્યાજીની આંખમાં આંસુ આવ્યાં. છાતી સરસી ચાંપીને તે બેલ્યાં બેટા! તું ક્યાં જઈશ? તારું આ સુકુમાર શરીર વનનાં દુઃખે શી રીતે સહન કરી શકશે? રામ જેવા પુરૂષસિંહને તે એ કાંઈ નહિ લાગે પણ વહુ બેટા તારૂં એ કામ નહિ. તે ઘરની બહાર પગ પણ કયારે મૂક્યો છે? જૈશલ્યાજીની આંખમાંથી આંસુની ધારાઓ ચાલી. સીતાજીની આંખમાંથી પણ આંસુની ધારા ચાલી. છતાં તે હિમ્મત લાવી બોલ્યાઃ
માતાજી! જે દુખે ભેગવવાનાં હશે તે ભેગાવીશ પણ રામ વિના મારાથી એકલા નહિ જ રહેવાય. આપને હું વિશેષ શું કહું? બહુ દુઃખી હૃદયે કૌશયાએ સીતાને રામની સાથે જવાની રજા આપી.
સીતાને વનમાં સાથે આવવાને તૈયાર થએલા જોઈ રામ બોલ્યાઃ સીતા! મારૂં કહ્યું માને. તમે ઘેર રહી માતાજીની સેવા કરે. તમારાથી જંગલનાં દુઃખ વેઠાશે નહિ. એ કાંટા કાંકરાવાળા મારગમાં જોડાં વિના ચાલવું પડે, ભેંય પથારી કરવી પડે, ફળફુલ ને પાંદડાં ખાઈ ભૂખ ભાંગવી પડે, વળી વાઘ, સિંહ ને એવા જ જંગલી પ્રાણીઓ મળે તેની સામે હિમ્મતથી લડવું પડે, માટે તમે અહીં જ રહે. સીતા કહે, તમારા વિના આ રાજમહેલ મને શમશાન જે લાગશે. તમારી સાથે વનનાં દુઃખે પણ દુઃખ નહિ લાગે. તમારા વિયેગના દુઃખ કરતાં એ દુખે કયાંઈ ઓછાં છે. માટે હૃદયધાર ! મને અહીં મૂકીને ન જશે. હું ઝુરી ઝુરીને મરી જઈશ. - રામચંદ્રને લાગ્યું કે સીતા કઈ રીતે રહેવાનું કબુલ નહિ જ કરે એટલે સાથે લીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com