________________
છે અને જૈન ધર્મના પ્રવર્તક મહા આત્માથી પુરૂષ છે. તેઓ સાચા ધર્મોપદેશ છે. તેમના ઉપદેશ પ્રમાણે સહુ વર્તજે. ”
ત્યારબાદ આનન્દઘનજી અને ઉપાધ્યાયજી વારંવાર મળવા લાગ્યા અને આત્માનુભવની વાત કરી આનંદરસ ઝીલવા લાગ્યા. એક દિવસ ઉપાધ્યાયજીને વિચાર થયે કે આનન્દઘનજી પાસે સુવર્ણસિદ્ધિ વિદ્યા છે તે જે મને શીખવે તે જૈન શાસનને ઉદય સારી રીતે કરી શકું. આમ વિચારી તેમણે આનન્દઘનજીને સુવર્ણસિદ્ધિ આપવાની પ્રાર્થના કરી. આ પ્રાર્થના અયોગ્ય જાણી આનન્દઘનજી ચાલી નીકળ્યા અને જંગલમાં અદશ્ય થઈ ગયા. શ્રીમદ્દ યશોવિજયજીને પિતાની વાસના પર તિરસ્કાર છુટ ને હવેથી ભારે અધ્યાત્મી પુરુષ થયા.
શ્રીમદ્ આબુ તરફથી ગૂજરાતમાં આવ્યા. ત્યાં તેમણે અનેક ગ્રન્થ રચ્યા. કહેવાય છે કે તેમણે એકંદરે ૧૦૮ ગ્રંથ અને બે લાખ લોક રચ્યા છે. | ગુજરાતમાં જુદે જુદે સ્થળે વિહાર કરી તેમણે જન સમાજમાં અપૂર્વ જાગૃતિ આણી. જ્યાં જ્યાં સડે માલમ પડે ત્યાં ત્યાં તે દૂર કરાવવા અથાગ પરિશ્રમ કર્યો. પિતાનું સમસ્ત જીવન તેમણે જેનસમાજના ઉદ્ધાર અર્થે અર્પણ કર્યું. તેઓ શાસનઉદ્ધાર માટે જ જીવ્યા અને શાસન ઉદ્ધારનું કાર્ય કરતાં જ મૃત્યુ પામ્યા. તેમણે છેલ્લું ચેમાસું ડાઈમાં કર્યું અને સંવત ૧૭૪૪માં ૮૪ વર્ષની ઉંમરે કાલધર્મ પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com