________________
- ૧૬ ઉપાધ્યાયજીને વિચાર આવે કે મારા કરતાં ગાથાને અર્થ સારી રીતે સમજાવી શકે તે હાલમાં તે કેઈ નથી. પણ હા, એક આનન્દઘનજીનું નામ સાંભળ્યું છે. પરંતુ તેમને પત્તા જ નથી. કદાચ તે આ ન હોય એમ વિચારી તેમણે કહ્યુંઃ મહાનુભાવ! આપ તે ગાથાને અર્થ કરી વ્યાખ્યાન આપે.
આ ઉપરથી આનંદઘનજીએ એ ગાથાનો અર્થ કરી બતાવ્ય ને લગભગ ત્રણ કલાક સુધી અધ્યાત્મરસની છોળે વહેવડાવી. આખી સભા ખુશખુશ થઈ ગઈ. ઉપાધ્યાછે પણ એમની છટા જોઈ વિસ્મય પામી ગયા. તેમને લાગ્યું કે જરૂર આ આનન્દઘનજી જ હોવા જોઈએ. તેમણે પૂછ્યું: મહાનુભાવ! આપનું નામ જણાવશે?
મને લેકો આનન્દઘન તરીકે ઓળખે છે” જવાબ મળે.
નામ સાંભળતાં જ ઉપાધ્યાયજીએ ઉભા થઈ તેમને વંદન કર્યું અને એક અષ્ટપદી રચી તેમની સ્તુતિ કરી. જેમની પુષ્કળ તપાસ કરવા છતાં પત્તા ન લાગે તેમનાં એકાએક દર્શન થવાથી ઉપાધ્યાયજીને ખૂબ હર્ષ થાય તેમાં નવાઈ નથી.આનન્દઘનજીએ સામું વદન કરી ઉપાધ્યાયની એક સ્તુતિ બનાવી અને કહ્યું કે “મહાનુભાવ! હું તે જંગલમાં પડી રહું છું પણ આપ તે આપના જ્ઞાનને લાભ આપી જીવ પર મહાન ઉપકાર કરી રહ્યા છે. ધન્ય છે આપને.” પછી તેમણે સભા તરફ ફરીને કહ્યું કે “ હે સભાજને ? ઉપાધ્યાયજીતે જન શાસનના મહા રક્ષક ગીતાર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com