________________
આનન્દઘનજી મેટે ભાગે આબુ-અરવલ્લીની ગુફાઓમાં પડી રહેતા અને ભાગ્યેજ કેઈને દર્શન આપતા. એથી યશોવિજયજીએ ઘણી તપાસ કરાવી છતાં પત્તે ન મળે. એક દિવસ આબુ પાસેના કઈ ગામમાં ઉપાધ્યાયજી વ્યાખ્યાન વાંચતા હતા. તેમનું વ્યાખ્યાન સાંભળવા શ્રાવકશ્રાવિકા તથા સાધુસાધ્વીઓની ભારે મેદની થઈ હતી. દૂર દૂરથી પણ લોકો આવ્યા હતા. શ્રી આનન્દઘનજી પણ ઉપાધ્યાયજીની વ્યાખ્યાન કરવાની પ્રશંસા સાંભળી ગુપચુપ ત્યાં આવ્યા ને સભામાં બેસી ગયા. ઉપાધ્યાયજીએ વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાનમાં એવો રસ જાગ્યે કે સર્વ શ્રોતાઓ માથું ધુણાવવા લાગ્યા અને “વાહ વાહ” “શાબાશ શાબાશ” “ધન્ય ધન્ય” એવા પ્રશંસાના શબ્દો બોલવા લાગ્યા. ઉપધ્યાયજીએ ચારે તરફ દષ્ટિ કરી તે તેમને જણાવ્યું કે સર્વ સભાજને મારી પ્રશંસા કરે છે પણ એક સાધુનું હજી મસ્તક પણ હાલતું નથી. તેથી તેમણે પૂછયું કે એ સાધુ! શુ તને મારા અધ્યાત્મજ્ઞાનથી ભરેલા વ્યાખ્યાનમાં સમજ ન પડી ? - “જી, આપની કૃપાથી હું સમજ્યો છું” પેલા સાધુએ જરા સ્મિત કરતાં ઉત્તર આપ્યો.
જે તને સમજ પડી હોય તે તારા મુખ ઉપર પ્રસનતાનાં ચિન્હો કેમ જતાં નથી?” ઉપાધ્યાયજીએ પૂછયું.
જી, સમજ્યો તે છું પણ એથી વધારે સારી રીતે આપે કરેલી ગાથાને અર્થ થઈ શકે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com