________________
૧૪
આ વખતે પ્રતિમાને નહિ માનનાર નવા સંપ્રદાયનું જોર જ્યાં ત્યાં વધતું જતું હતું. ઉપાધ્યાયજીએ એમની સામે ઝંડા ઉડાવ્યેા. ભાષણા અને પુસ્તક દ્વારા તેમણે નવા મતનું ખંડન કર્યું અને સસ્કૃતમાં પ્રતિ શતક તથા ગુજરાતીમાં સાડા ત્રણસે ગાથાનું ગુજરાતી સ્તવન રચી પ્રતિમાની આવશ્યકતા સિદ્ધ કરી ખતાવી.
આ સમયે અન્ય જૈન યતિઓમાં પણ ભ્રષ્ટતા દાખલ થઈ હતી. તેમેના આચારમાં કાઇ પણ જાતનું ઠેકાણું રહ્યું ન હતું. ઉપાધ્યાયજીને લાગ્યું કે તેમનું વન જૈન ધર્માંને હીણપત લગાડનારૂં છે અને થાડી રીતે શ્રી મહાવીરની આજ્ઞા ના ભંગ કરનાર છે. એથી તેમની સામે પણ પેકાર ઉઠાન્યા. પેાતાની પોલ પ્રકાશમાં આવવાથી યતિએ ખુબ ચીડાયા તે તેમની સામે મેારચા માંડયા. તેમણે શ્રીમદ્જીને અનેક રીતે દુઃખ દેવા માંડયું. એક વખત અમદાવાદના એક ઉપાશ્રયમાં તેમને પુરી રાખવામાં પણુ આવ્યા હતા. આમ છતાં ઉપાધ્યાયજી તે નિડરતાથી તેમને સામને કજ ગયા ને સમાજની સેવા ખાવી.
શ્રીમદ્ યશેાવિજયજીના સમયમાં બીજા ઘણા મહાત્માએ જગત કલ્યાણાર્થે વિચરી રહ્યા હતા. તે સમાં આનન્દઘનજી મુખ્ય સ્થાને હતા. તેઓ અવધુત જોગીની પેઠે પહાડ અને જંગલમાં પડી રહી આત્મસાધના કરતા હતા. તેમના નામથી જૈન અને જૈનેતર સમાજ સુપ રિચિત હતા. તેમના વિષે અનેક ચમત્કારિક વાતે લેાકેામાં ચાલતી. ઉપાધ્યાયજીને આ મહા પુરૂષનાં દર્શન કરવાની ઈચ્છા થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com