________________
ધર્માંદ્ધાર માટે પુત્રરત્નની માગણી કરે છે તે હુંરાજીખુશીથી તેને મારા પુત્ર સોંપું છું.
સંઘે તેને ધન્યવાદ આપ્યા. થાડા દિવસ પછી જશાને દિક્ષા આપવામાં આવી અને તેમનું જશિવજય-યશેાવિજય નામ રાખવામાં આવ્યું.
યશવિજય હવે ગુરુ પાસે રહી અભ્યાસ કરવા લાગ્યા. પોતાના અતુલ બુદ્ધિબળથી તે થાડાજ વખતમાં બધાં શાસ્ત્રા શીખી ગયા. સંસ્કૃત ભાષા પર તેમણે સરસ કાબુ મેળવી લીધા. તેમની તીક્ષ્ણ બુદ્ધિ જોઈ ગુરુએ તેમને કાશી-બનારસ ન્યાય અને ચાકરણના વધુ અભ્યાસ માટે મેકલવાના વિચાર કર્યાં. તે પ્રમાણે તેમને તથા વિનયવિજયજી નામના તેમના સહાધ્યાયી મુનિને કાશી મોકલવામાં આવ્યા.
કાશીમાં આ વખતે બ્રાહ્મણાનું જોર હતુ ને તે વેદધમી ઓના કિલ્લા જેવું ગણાતું હતું. કાઇ વિધર્મીની તાકાત ન હતી કે એ ગઢમાં પ્રવેશ કરી શકે. યશેાવિજયજી અને વિનયવિજયજીએ વિચાર્યું કે જૈન સાધુને વેશે આપણને કઈ અભ્યાસ કરાવશે નહિ અને આપણે તે અભ્યાસ કર્યાં સિવાય પાછા ફરવું નથી એટલે કેાઈ યુતિ કરીએ. કેટલાક વખત વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું કે બ્રાહ્મણના વેશ ધારણ કરી અભ્યાસ કરવા. તે સિવાય બીજો રસ્તા નથી.
તરત તેમણે પોતાનાં વસ્ત્ર મુદલી નાખ્યાં, જનાઈ પહેરી લીધી. ખભે ઝોળી ભરાવી અને કપાળે ત્રિપુંડ કર્યું. એક હાથમાં કમંડળું પકડયુ અને બીજા હાથમાં એક ગ્રંથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com