________________
૧
તેણે સૂરિજીનું સારું સન્માન કરી પૂછ્યું કે મહારાજ ઇશ્વર રૂપી અરૂપી. સૂરિજી-ઈશ્વર અરૂપી છે. ખાનખાના—ો અરૂપી છે તેા એની મૂર્તિ શા માટે કરાવવી
સૂરિજી—“મૂર્તિ એ ઇશ્વરનું સ્મરણ કરાવવામાં કારણભૂત છે. મૂર્તિને જોવાથી તેની હાજરી નજર આગળ દેખાય છે.
ખાનખાના—એ વાત સાચી પણ મૂર્તિની પૂજા શા માટે કરવી જોઇએ ?
સૂરિજી~મૂર્તિની પૂજા જે લેાક કરે છે તે મૂર્તિની પૂજા નથી કરતા પરંતુ અર્તિદ્વારા ઇશ્વરની પૂજા કરે છે. સૂરિજીના આ જવામથી ખાનખાનાને ઘણીજ પ્રસન્નતા થઈ.
હીરવિજયસૂરીશ્વર મહાન વિચક્ષણ, શાસનના પ્રેમી અને જગતનું કલ્યાણુ ઇચ્છનાર હતા. અને તેથીજ તેઓ જેને દીક્ષા આપતા તેને પવિત્ર ઉદ્દેશથીજ આપતા. તેઓ નિસ્પૃહી અને સાચા ત્યાગી હતા. ધર્મના સિદ્ધાંત તેઓ સ્પષ્ટ સમજતા હતા અને તેમના ઉપદેશથી સંખ્યાબંધ મનુષ્યેા દીક્ષા લેવા તૈયાર થયા હતા. તેમને ન હતા શિષ્યાના લેાભ કે ન્હાતી માનની અભિલાષા. માત્ર જગતના જીવાનું કલ્યાણુ કેમ થાય એજ ભાવના રમી રહી હતી.
સૂરિજીએ ઘણા ભવ્યાત્માને દીક્ષા આપી ઉદ્ધાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com