________________
નાંખે તે બહેતર પણ જૈન મંદિરમાં ન જવું એને શે અર્થ ? સૂરિજીએ કહ્યું: દરેક માણસ પોતાને જ ધર્મ ઉંચે ગણે છે. શુદ્ધ દષ્ટિએ બીજા ધર્મને તપાસતો. નથી. આનું પરિણામ ઝેરને મારામારી આવી છે. સૂરિજીની આ વાત સાંભળી પાસે બેઠેલા એક બ્રાહ્મણ પંડિતને પણ ખુબ અસર થઈ ને તે બોલ્ય: મહારાજનું કહેવું તદન ખરું છે. આવા સાચા મહાત્મા કેટલા હશે ?
આમ અનેક વખત બાદશાહને મળી જુદી જુદી બાબતો સૂરિજીએ સચોટ રીતે સમજાવી.
એક વખત અવસર જોઈને બાદશાહે રાજસભામાં સૂરિજીને જગદ્ગુરૂની પદવી આપી અને એની ખુશાલીમાં ઘણા પક્ષીઓને બંધનથી મુક્ત કર્યો. એ સિવાય હરિણ, રોઝ, સસલાં અને એવા બીજાં ઘણું જાનવરોને પણ છેડી મૂક્યાં.
સૂરિજીએ અહીં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સિવાય બીજા પણ ઘણું સુબાઓ પર પ્રભાવ પાડને જૈન સમાજ તથા જીવ માત્રના હિતના ઘણા કામ કરાવ્યા. ગુજરાતમાંથી જ જયારે દૂર કરાવ્યો. સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, આબુ, કેસરીયાજી, રાજગૃહી ને સમેતશિખરના પહાડો એ જૈન શ્વેતામ્બરના છે એવું ફરમાન મેળવ્યું. સિદ્ધાચલમાં લેવાતું મુંડકું પણ બંધ કરાવ્યું.
હવે ગુજરાતમાં પધારવા માટે બહુ દબાણ આવતું હતું એટલે પોતાની પાછળ મહાવિદ્વાન શિષ્ય શાંતિચંદ્રજીને મૂકીને વિહાર કર્યો. રસ્તામાં તેઓ મેડને પધાર્યા ત્યાં સુરીશ્વરજીને ઓળખનાર ખાનખાના મળે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com