________________
બંધ થાય તેવું ફરમાન બહાર પાડે. ગુરુપ્રેમી બાદશાહે ગુરુની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું અને ગુરુપ્રેમ બતાવવા પર્યુષણના આઠ દિવસને બદલે બાર દિવસ હિંસા બંધ કરાવી. તેની સાથે જ પિતે એક વર્ષમાં છ માસ માંસ ખાવાનું છોડી દીધું.
બાદશાહે ફરમાન બહાર પાડ્યું. આ ફરમાનથી લકોમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલવા લાગી. સૂરિજીએ બાદશાહને આશ્ચર્ય બતાવ્યું અને તેથી તેમણે બાદશાહને પિતાના બનાવ્યા. પરંતુ આ વાયકાઓ સાચી નથી. એ તો જેને જે સમજાય તે બેલે. પણ ખરી વાત એ છે કે તેમનું ચારિત્ર ઘણું ઉંચું હતું. અને જે છાપ ચારિત્રથી પડે તે કાંઈ લાંબા મોટા ભાષણે કર્યો કે ડાળ રાખે છેડી પડે ?
એક દિવસ બાદશાહને સૂરિજીએ કહ્યું કે મનુષ્ય માત્ર સત્ય તરફ રૂચિ રાખવી જોઈએ. માણસ અજ્ઞાન અવસ્થામાં ભુડા કામો કરી નાખે છે, પરંતુ જ્યારે તેને સત્યનું ભાન થાય ત્યારે તે સાચો માર્ગ હાથમાં લેવેજ જોઈએપરંતુ જે છે તે ઠીક છે એમ માનીને બેસી ન રહેવું જોઈએ.
બાદશાહે કહ્યું: ગુરૂજી આપની વાત સાચી છે. મેં એક વર્ષમાં છ માસ માંસ ખાવું છોડી દીધું છે અને વળી જેમ બનશે તેમ માંસ ખાવું છેડી દઈશ. હું સત્ય કહું છું કે હવે મને માંસાહાર તરફ બહુ અરૂચિ થઈ છે.
એક વખત બાદશાહે પ્રસંગ લાવીને સૂરિજીને પૂછ્યું કે મહારાજ ! કેટલાક લેકે કહે છે કે હાથી મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com