________________
એટલે એમના તરફથી સંઘના કેટલાક આગેવાને બાદશાહ પાસે ગયા. બાદશાહે વિનયપૂર્વક હીરવિજયજીના આનંદ સમાચાર પૂછયા અને કહ્યું: તેઓએ કહ્યું મારા લાયક કામકાજ ફરમાવ્યું છે ?
આગેવાને બોલ્યા: પર્યુષણ પર્વ નજદીક આવે છે. એ અમારા મહાન પર્વના દિવસે છે. તે દિવસેમાં કઈપણ માણસ કોઈ પણ જાતની હિંસા ન કરે તેવું આપ ફરમાન કરે એમ સૂરિજીએ કહ્યું છે. બાદશાહે કહ્યું જાવ કબુલ છે.
એક વખત અબુલફઝલ અને સૂરીશ્વરજી જ્ઞાનની વાત કરતા હતા. તેવામાં બાદશાહ ત્યાં આવી ચઢયા. એ વખતે અબુલફક્ઝલે સૂરિજીની વિદ્વતાના મુક્તકઠે વખાણ કર્યા. - હવે તે બાદશાહને સૂરીશ્વર ઉપર અથાગ શ્રદ્ધા થઈ. એણે મનમાં વિચાર કર્યો કે સૂરિજી જે માગે તે આપું. તેણે કહ્યું: “મહારાજ! આપ અમૂલ્ય ઉપદેશ આપે છે એ ઉપકારનો બદલો અમારાથી કદી પણ વાળી શકાય તેમ નથી. પણ મારા કલ્યાણને માટે આપ મારા લાયક કંઈ કામ બતાવશે? સૂરિજી તે સાચા સાધુ હતા. કંચન, કામિની ને કીતિના ત્યાગી હતા. ' એ બીજું શું માગે? સર્વ જીવો સુખથી રહે એ એમની ભાવના. એથી એ દયાના ભંડાર બેલ્યા: બધા પક્ષીઓને પાંજરામાંથી છેડી મૂકે. આ ડાબર સરેવરમાંથી માછલાં પકડવાની બંધી કરે ને કાયમને માટે પજુસણમાં હિંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com