________________
મહારાજ ! આપે મહારા જેષા એક મુસલમાન ઉપર ઉપકાર કર્યો. ઘણે દૂરથી આપને આવવું પડ્યું માટે હું ક્ષમા યાચું છું. બીજું આપને અમદાવાદના સુબાએ હોથી, ઘોડા કે રથ કંઈ ન આપ્યું ?
નહિ રાજન્ ! તેણે તે તમારી આજ્ઞા પ્રમાણે બધું આપ્યું હતું પણ સાધુ ધર્મના નિયમ પ્રમાણે હું તે વસ્તુઓ સ્વીકારી શકે નહિ.
બાદશાહ સાધુના આ આચારથી દિંગ બની ગયે. પછી પૂછયું : આપ જણાવશે આપના મુખ્ય તીર્થો કયા કયા છે?
સૂરિજીએ કહ્યું : શત્રુંજય ગિરનાર, આબુ, સમેત શિખર, અષ્ટાપદ વગેરે. વળી થોડી થોડી માહીતિ પણ આપી.
પછી બાદશાહની ઈચ્છા સૂરિશ્વરજીની પાસે ધમેંપદેશ સાંભળવાની થઈ. તેથી એકાંત શુદ્ધ જગાએ જઈ ગુરુજીએ તેને ધર્મ સમજાવ્યું
ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેને નથી, તેમ રોગ, શોક અને ભયથી પણ રહિત હોઈ તે અનંત સુખને અનુભવ કરે છે.
જેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે, ભિક્ષાથી પિતાને નિવાહ કરે, સમભાવરૂપસામાયિકમાં હંમેશાં સ્થિર રહે અને જેઓ ધર્મને ઉપદેશ કરે તેઓ ગુર કહેવાય છે.
“જેનાથી અંતઃકરણની શુદ્ધિ થાય-હદયની પવિત્રતા થાય અથવા વિષયથી નિવૃત્ત થવું-દૂર થવું તે જ ધર્મ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com