________________
એકાએક મળવું ઠીક નથી. આપણે અબુલફઝલને વાત કરીએ. અબુલક્ઝલ એ બાદશાહનો માનીતે પંડિત હતું. તેણે કહ્યું એ તે બહુ ખુશીની વાત. ચાલો, તેમને બાદશાહ પાસે લઈ જઈએ. વિમળહર્ષ તથા બીજા ત્રણ સાધુઓ ને અબુલફઝલ બાદશાહ પાસે લઈ ગયું અને બોલ્યાઃ “નામદાર ! આ મહાત્માઓ હીરવિજયસૂરિના ચેલાઓ છે જેઓને અહીં પધારવા માટે આપ નામદારે આમંત્રણ મેકવ્યું છે.” બાદશાહ એકદમ સિંહાસનેથી ઉઠીને બહાર આવ્યું. ઉપાધ્યાયજીએ ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. બાદશાહે કહ્યું: મને તે પરમ કૃપાળુ સૂરીશ્વરજીનાં કયારે દર્શન થશે? ઉપાધ્યાયજીએ કહ્યું : હાલ તેઓ સાંગાનેર બિરાજે છે છે અને હવે જેમ બનશે તેમ તેઓ જલ્દી અહીં પધારશે. અકબર આ સાંભળી ખુબ રાજી થયા.
હીરવિજયસૂરિના આગમનની વાત સાંભળીને ફતેહપુર સિકીથી ઘણું શ્રાવકે સાંગાનેર સુધી સૂરિજીની હામે ગયા.
સૂરિજી ત્યાંથી વિહાર કરી અભિરામાબાદ આવ્યા ને ત્યાંના સંઘમાં કલેશ હતું તે સમજાવટથી દૂર કર્યો.
પ્રભાતમાં સૂરીજીનું બાદશાહી ઠાઠથી સામૈયું થયું. સકળ સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૂરિજી તરત બાદશાહને મળવા જવા તૈયાર થયા. પિતાની સાથેના ૬૭ સાધુમાંથી મહા વિદ્વાન ૧૩ સાધુઓને સાથે રાખ્યા. બાકીનાને ઉપાશ્રયે મોકલ્યા. અબુલફઝલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com