________________
૧૨
ગાંધાર નગરી શ્રી હીરવિજયજીના જ્ઞાન તથા ચારિત્રથી મુગ્ધ થઈ ગઈ છે. તેમને લાભ લેવાય તેટલે લે છે. વ્યાખ્યાન ચાલી રહ્યું હતું એવામાં અમદાવાદ તથા ખંભાતના આગેવાન શ્રાવકો આવી પહોંચ્યા. તેમણે બધા સાધુઓને વંદન કર્યું ને વ્યાખ્યાન સાંભળવા બેઠા. સૂરિ છે એ બધાને જોઈ આનંદ પામ્યા પણ મનમાં વિચાર કરવા લાગ્યા. એકાએક આ બધા કેમ આવ્યા હશે?
બપોરે જમીને બધા એકાંતમાં એકઠા થયા ત્યારે ખબર પડી કે બાદશાહે તેમને ફતેહપુર સિક્રી તેડાવ્યા છે.
સહ વિચારમાં પડયાઃ આ શું ? અકબર બાદશાહ એકાએક કેમ બોલાવતો હશે? કોઈ કહે બાદશાહને ધર્મ સાંભળ હશે ને દર્શન કરવા હશે તે જાતે આવશે. ગુરુ મહારાજને ત્યાં મેકકાય નહિ. કોઈ કહે, અરે એ તે મહામુસદી છે. એ સ્વેચ્છના વચનમાં કેમ વિશ્વાસ રખાય? કોઈએ આગળ વધીને કહ્યું કે એ તો રાક્ષસને અવતાર છે. એને માણસને મારી નાખતાં શી વાર ? કોઈ કહે, એમ તે હેય? એ ગમે તેવે છે પણ ગુણને પૂજક છે. કેઈમાં કાંઈ પણ ગુણ જુએ તે ફીદા દા થઈ જાય. માટે ગુરુ મહારાજે જરૂર જવું. કોઈ કહે, એને સેળસે તે રાણીઓ છે. બિચારે એમાંથી નવરે પડશે ત્યારેજ મહારાજને મળશે ને! એક જણ કહે તે પછી જવાની જરૂર જ શી છે? કેટલાક વધારે સમજુ હતા તેમણે કહ્યું ત્યાં જવાથી જરૂર આપણા શાસનને પ્રભાવ વધશે. એવી શંકાઓ કરવાની જરૂર નથી. સૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com