________________
૧૧
ચાંપા~ગુજરાતના ગાંધાર નગરમાં. બાદશાહે આ વાત સાંભળી તેા હતી પણ હવે તે તેને પૂરેપૂરી ખાતરી થઇ. ગમે તેવી વાત સાંભળી હાય પણ નજરે જોવાથી જુદી અસર થાય છે.
અકબરને થયું કે અત્યારેજ હીરવિજયજીસૂરિના દર્શોન કરૂં પણ અતે કેવી રીતે બને ? એણે પોતાના બે ઝડપથી ચાલનાર દૂતે તૈયાર કર્યાં ને તેમને ગુજરા તના સુબા ઉપર એક ફરમાન આપ્યું:
હાથી, ઘેાડા, પાલખી ને બીજી સામગ્રી સાથે ધામધૂમ પુર્વક શ્રી હીરવિજયસૂરિને અહી માકલે.” આગ્રાના શ્રાવકોએ પણ એક પત્ર રાજતાને આપ્યા.
લાંખી લાંબી ખેપેા કરી ઝડપથી કૃતા અમદાવાદ આવ્યા ને સુખાને ફરમાન પહોંચાડયું. એણે અમદાવાદના મેટા મેટા જૈન શ્રીમતાને એકત્ર ોને ફરમાન વાંચી સંભળાવ્યું તથા આગ્રાના શ્રાવકોને પત્ર આપ્યા. પછી તેણે કહ્યું: બાદશાહ પોતે આમત્રણ કરે છે તા તમે હીરવિજયસૂરિને જવાની વિન ંતિ કરે. આવું માન હજી સુધી કોઈને મળ્યું નથી. ત્યાં જવાથી તમારા ધમાઁ ગૈારવ વધશે, અને તમને રસ્તામાં કાંઇ અડચણ નહિ પડે એની ખાતરી રાખજો. મને ખુદ હન્નુરના હુકમ છે કે તેમને હાથી, ઘેાડા, પાલખી કે જે કાંઇ જોઇએ તે આપવા.
જૈન શ્રીમતાએ કહ્યુંઃ સૂરિજી હાલ ગાંધાર છે માટે અમે ત્યાં જઈશું ને તેમને વિનતિ કરીને અહીં લાવીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com