________________
૧૦
ખુબ રહેલા એક સુબાને બોલાવીને પૂછ્યું કે તમે હીરવિજયજીને જાણે છે? તેણે કહ્યું હા હજુર! એતો મોટા ફકીર છે. કોઈ જાતના ગાડી ઘોડા વાપરતા નથી. હંમેશાં પગેજ ચાલતા ગામેગામ ફરે છે. પાસે ધન રાખતા નથી. એારતથી ખુબ દૂર રહે છે ને ઈશ્વરની બંદગી કરી પાક જીવન ગુજારે છે. બાદશાહને આ વાતથી હીરવિજયજી માટે ખુબ માન ઉત્પન્ન થયું. થોડા દિવસ બાદ બીજે એક વરઘોડે ઝરૂખામાં બેઠા બેઠા જે ને ઢેડરમલ બેઠા હતા તેને હકીક્ત પૂછી. ટેડરમલે કહ્યું: સરકાર! જે બાઈએ તપ કર્યું હતું તે આજે પુરૂં થયું છે. એની ખુશાલીમાં આ વરઘોડે ચડાવ્યો છે. તે શું બાઈ પણ એમાં હાજર છે?” બાદશાહે ઉત્સુક્તાથી પૂછયું.
જી હજુર ! એ પણ વસ્ત્રાલંકારથી સજજ થઈને પાલખીમાં બેઠેલી છે.” આ વાતો ચાલે છે ત્યાં વરઘોડે પાસે આવ્યું એટલે બાદશાહે ખાનદાન માણસેને મેકલી ચાંપાબાઈને મહેલમાં આવવાની વિનંતિ કરી. એ આવી એટલે બાદશાહે પૂછયું: તમે કેટલા ઉપવાસ કર્યો ? અને કેવી રીતે કર્યો ?
ચાંપા-મહારાજ! મેં છ મહિનાના ઉપવાસ ક્યો છે જેમાં કાંઈ પણ અનાજ ફળફળાદિ લીધા નથી. ફક્ત જરૂર લાગી ત્યારે દિવસના ભાગમાં ગરમ પાણી પીધું છે. એ તપ આજે પૂરું થાય છે.
બાદશાહ–પણ આટલા બધા ઉપવાસ કેવી રીતે કરી શક્યા ?
ચાંપાએ કહ્યું–મારા ગુરુ શ્રી હીરવિજયજીના પ્રતાપથી. બાદશાહ-એ હાલ ક્યાં વિરાજે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com