________________
સુબાના કાન ભંભેરી શકે તે ધાર્યું કરાવી શક્તો.
એક વખત સૂરિજી અમદાવાદ આવ્યા. ત્યાં કોઈએ જઈને સુબા શિહાબખાનને કહ્યું: પરવરદિગાર ! આ હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે એટલે વરસાદ પડતો નથી. “હું એસા? જાવ ઉસકે બુલાવ” સુબાએ હુકમ કર્યો.
હીરવિજયસૂરિને સભામાં હાજર કર્યા. સુ કહે, મહારાજ ! આજકાલ વરસાદ કેમ પડતો નથી ? શું આપે બાંધી લીધો છે? સૂરિજી કહે, અમે શા માટે બાંધી લઈએ ? વરસાદ નહિ આવવાથી લોકે દુ:ખી થાય ને લોકે દુઃખી થાય તો અમને પણ ક્યાંથી શાંતિ મળે? “ઐસા ? સુ વિચારમાં પડે. એવામાં શહેરના પ્રસિદ્ધ શેઠ કુંવરજી આવ્યા. તેમણે કહ્યું: મહારાજ ! એતો ફકીર છે. બહુ ખાનદાન ને સારી રીતભાત વાળા છે વગેરે. સુબાએ આથી તેમને છોડી મૂકયા. સૂરિજી ઉપાશ્રયે આવ્યા એટલે લોકોને ખુબ આનંદ થયો. એ આનંદ બતાવવા ખુબ દાન કરવામાં આવ્યું. એમાં એક તરકી સિપાઈને કુંવરજી શેઠ જેડ જામી ગઈ એણે વિચાર કર્યો કે આનું વેર વાળવું. એથી થોડા દિવસ બાદ તેણે કોટવાળના કાન ભંભેય ને તેણે જઈ ખાનને કહ્યું: સાહેબ એ હીરવિજય તે ઐસા હૈ તેસા હૈ. ખાન કહે, પકડી લાવે એને.
શું ન્યાય! શું બુદ્ધિ! એક ભંભેરણી માત્રથી આવા મહાપુરુષને પકડવાને હુકમ આપે. જેવા ખાન એવા સિપાઈએ. એ લાંબી દાઢીવાળા સિપાઈઓ દેડયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com