________________
ને ઝવેરી વાડમાંથી શ્રી હીરવિજયજીસૂરિને પકડયા. આ વખતે પાસેના માણસો પણ થરથરવા લાગ્યા. એમાં બે બહાદુર નીકળ્યાઃ એક રાઘવ ગંધર્વ ને બીજા સેમ સાગર. એમણે બરાબર એ સિપાઈઓને સામને કર્યો ને હીરવિજયજીને છોડાવ્યા. હીરવિજયજી અહીંથી ઉઘાડા શરીરે એક સહીસલામત સ્થળમાં ચાલ્યા ગયા.
સિપાઈઓ પાછા ફર્યા ને બૂમ પાડતા પાડતા પાછા આવ્યા. હીરજી નાસી ગયે–અમને મુકીએ મુક્કીએ માર્યો. ખાન આ સાંભળી રાતે પીળો થયે. વધારે સિપાઈઓને મેકલી કહ્યું જાવ જ્યાં હોય ત્યાંથી હીરવિજ્યને પકડી લાવે. શહેરમાં આ વાતની ખબર પડતાં ફટફટ પોળના દરવાજા બંધ થયા ને શેરબકોર મચી રહ્યો. સિપાઈ એએ સૂરિજીને શોધવામાં કચાશ રાખી નહી છતાં પણ તેમાં ફાવ્યા નહિ. બીજા બે ભળતા જ સાધુઓને પકડને મારવા માંડ્યા. પણ પછી એમને ખબર પડી કે આતે ધર્મસાગર ને શ્રતસાગર નામના બીજા જ સાધુઓ છે. આ બધી ધમાલ પતી ગયા પછી જ હીરવિજયજી શાંતિથી વિહાર કરી શક્યા. આવી આવી મુશ્કેલીઓ તેમને ત્રણ ચાર વખત સહન કરવી પડી છે. તેઓ નિરંતર કાંઈ ને કાંઈ તપ કરતા હતા ને સંયમનું બરાબર આરાધન કરતા હતા.
હિંદુસ્તાનના બધા બાદશાહોમાં અકબરે નામ કાઢયું છે. એ પ્રતાપી ને બળવાન હતું. એ મહા ચતુર ને મુસદ્દી હતે. વળી જુદા જુદા ધર્મની વાતો સાંભળવાને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com