________________
ને પછી વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે જતો. એ અરસામાં શ્રીવિજયદાનસૂરિ ઉપદેશ આપતા હતા. ધીમેધીમે એ ઉપદેશની હીરજીને સચેટ અસર થઈ ને તેણે સંસાર વ્યહારમાં પડવા કરતાં દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરવાનું નક્કી કર્યું.
એક દિવસ તેણે કહ્યું: “વિમળા બહેન ! મને સંસારમાં ગઠતું નથી માટે દીક્ષા લેવી છે. વિમળા સમજુ ને શાણી હતી. તેને વિચાર થઈ પડશે, ભાઈ જેવા ભાઈને એકદમ દીક્ષા લેવાની કેમ રજા અપાય? ત્યારે પરમ પવિત્ર દીક્ષા લેવાની ના પણ કેમ પડાય ? આ તે સુડી વચ્ચે સોપારી થઈ એટલે તેણે જવાબ જ ન આપે. હીરજી વિચારમાં પડેઃ બહેન જવાબ કેમ નથી આપતાં. થોડા દિવસ પછી તેને સમજાયું કે એણે ના નથી પાડી એટલે હાજ સમજવી. એથી ૧૫૬ ની સાલમાં કારતક વદ ૨ ને દિવસે વિજયદાનસૂરિ આગળ દીક્ષા લીધી. એમનું નામ પાડવામાં આવ્યું હીરહર્ષ
હીરહર્ષ મુનિને થયું કે હવે તે ખુબ શાસ્ત્રનો અભ્યાસ કરવું જોઈએ. સાધુ થઈને બરાબર જ્ઞાન ન મેળવીએ તે શું કામનું? આથી તેમણે ખુબ ખંતથી શાસ્ત્રોને અભ્યાસ કર્યો પછી વિચાર આવ્યો આ બધા શાસ્ત્ર ભયે પણ ન્યાયશાસ્ત્ર જોઈએ તેવું નથી ભણ્ય. માટે લાવે કઈ એવા ઠેકાણે જઈને અભ્યાસ કરુ કે એમાં પણ પારંગત થાઉં.
એ વખતે દક્ષિણ દેશમાં દોલતાબાદ યાને દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com