________________
ભણતર વિના જીવતર નકામું એ માબાપ સારી રીતે સમજતા હતા એટલે તેને નિશાળે મૂકો અને ધાર્મિક ભણાવવા ત્યાગી મુનિરાજ આગળ મોકલવા લાગ્યા.
એક વખત હીરજીએ પોતાના પિતાને પૂછયું: પિતાજી! આપણા કુળમાંથી કઈ સાધુ થયું છે?
ના બેટા ! તને એવો સવાલ કયાંથી થયે?” કુરાશાહે જરા આતુરતાથી પૂછયું. “પિતાજી! જે કુળમાંથી એક પણ સાધુ નથી થયે તે કુળ શા કામનું ? કઈકે સાધુ થઈને એને દીપાવવું જોઈએ.”
પિતાના મનમાં ઉડે ઉડે વિચાર આવ્યે જરૂર આ છોકરે કઈક દિવસ સાધુ થશે.
બાર વર્ષની ઉંમરમાં તે હીરજી ખુબ ભર્યો ગણે ને પોતાની ઉંમરના બાળકેમાં જુદેજ તરી આવ્યું. એવામાં કુરશાહ તથા નાથીબાઈ મરણ પામ્યાં. હીરજી તથા ભાઈબહેનને શોક થયે, પણ શેક કર્યો શું વળે? સમજુ થઈને સહુએ મનને કાબુમાં રાખ્યું.
બહેનનાં વહાલ અનેરાં હોય છે. પાટણથી રાણી તથા વિમળા બહેન આવ્યાં હતાં તેમણે કહ્યું ભાઈ! હવે આ ઘરમાં રહ્યું છે જશે? માટે પાટણ ચાલ. અમારી સાથે રહેજે ને મઝા કરજે.બહેનના હેતને વશ થઈ હીરજી પાટણ ગયા. હીરજીને ધર્મના સંસ્કારો ઉંડા હતા, એથી તેને સારું સારૂં વાંચવાનું ને મુનિમહારાજના વ્યાખ્યાન સાંભળવાનું બહુ ગમતું. બીજાની જેમ નકામી વાતમાં કે ટેલટપ્પામાં તે વખત ગુમાવતે નહિ. તે હંમેશાં પ્રભાતમાં વહેલો ઉઠી નવકાર મંત્ર ભણું, નાહીને સેવાપૂજા કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com