________________
શ્રી હીરવિજય સૂરિ. આજનું પાલણપુર જુના વખતમાં પ્રહૂલાદનપુર કહેવાતું કારણ કે તેને વસાવનાર પરમાર ધારાવર્ષના પુત્ર પ્રહૂલાદનદેવ હતો.
જગશ્ચંદ્રસૂરિના સમયે જૈનોનું ત્યાં એટલું પૂર હતું કે પ્રહલાદનપાર્શ્વનાથના મંદિરમાં મૂકાયેલી સોપારીઓ સેળ મણ થતી ને ચેખા તે એક મુડે થતા. જૈન સમાજને આ નગરે બે અમૂલ્ય રત્નની ભેટ આપી છે એક મહાન પ્રભાવક સેમસુંદરસૂરિ ને બીજા શ્રીહીરવિજયજી.
આ વાતમાં શ્રીહીરવિજ્યજીનું જીવનચરિત્ર જોઈએ. વિકમની સોળમી સદીમાં આ નગરમાં કુરાશાહ નામે એક ધર્મપ્રેમી ઓશવાળ હતો. તેમને નાથી નામે અતિ ગુણીયલ પત્ની હતી. તેમને સંઘજી, સૂરજ ને શ્રીપાળ નામના ત્રણ પુત્ર હતા. રંભા, રાણી ને વિમળા નામે ત્રણ પુત્રીઓ હતી. એક વખતે નાથીબાઈ સુખે શૈયામાં પિયાં હતાં ત્યારે સિંહનું સ્વપ્ન આવ્યું ને ગર્ભ રહ્યો. પૂરા દિવસે પ્રસવ થયો ત્યારે દેવબાળ જે પુત્ર અવત. સં. ૧૫૮૩ ના માગસર સુદ ૯ નો એ દિવસ હતે. અંધારામાં જેમ હીરો પ્રકાશે તેમ ઘર આખામાં તેને પ્રકાશ પડે. આથી માતપિતાએ એમનું નામ હીરજી રાખ્યું. સહુથી એ નાને એટલે માતાપિતાને લાડકવા થયા અને ભાઈ બહેન નું હેત પણ તેના પર ઉભરાવા લાગ્યું. આમ કરતાં હીરજી પાંચ વર્ષનો થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com