SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ મોકલી તપાસ કરાવી તે રાજા પોતે હતો તેમ જણાયુ. પછી તે બપભટ્ટીજીને મળે, તેમણે બધી વાત સાંભળી કહ્યું કે રાજા પ્રણામ કર્યા વિના પાછા ગયા તે સારું ન થયું. ભવિષ્યમાં બીજા સાધુ પ્રત્યે પણ અરુચિ થાય. માટે કેઈપણ ઉપાયે રાજા એમને વંદન કરે એ ઉપાય કરે. માણસ એ સમાચાર લઈ પાછો ફર્યો આમરાજા દરબાર ભરીને બેઠો છે, એવામાં કઈ બે મહાન નાટયકાર આવ્યા. તેમણે પોતાની નાટયકળા દેખાડવાની રાજા આગળ માગ કરી. રાજા કહે, ખુશીથી તમારી કળા બતાવે. પણ કર્યું નાટક ભજવશે ? નાટયકાર કહે, ઋષભદેવનું. રાજા કહે, તો તે બહુ સારું. નટે પિતાના પાઠ અદ્દભૂત અભિનયથી ભજવવા લાગ્યા. સભા તાજુબ થઈ ગઈ. એમ કરતાં ભરત બાહુબલીને પાઠ આવે. એ પ્રસંગે એક નટે લશ્કરને શૂર ચડાવવા વીરરસનું વર્ણન કરવા માંડ્યું. વર્ણનના રસમાં જેનાર બધા ભાન ભૂલી ગયા. ને “મારો મારે” નો અવાજ થતાં બધા પોતપોતાની તલવાર ખેંચી ઉભા થઈ ગયા. “ખાશ રાજન ! આતો નાટક છે? નટેએ પિતાને વેશ બદલી બીજે વેશ ધારણ કરતાં કહ્યું. કણ નન્નસૂરિજી! અને ગોવિંદાચાર્ય !” આમરાજા એકદમ બેલી ઉઠયો. તમારે આમ કરવાનું શું પ્રયોજન ? નમ્નસૂરિજી કહે, કદી નહિ અનુભવેલા વિષયમાં પણ અમારા જ્ઞાનને બળે કરી કે રસ જમાવી શકીએ છીએ તે બતાવવા. યુદ્ધમાં નહિ જવા છતાં જે યુદ્ધનું આવું વર્ણન કરી શક્યા મુંગાર રસને અનુભવ નહિ કરવા છતાં એવું વર્ણન કરી શકીએ કે નહિ ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034478
Book TitleBhadrabahu Swami
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy