________________
રાજાને મઢેરાને બનાવ યાદ આવ્યું, ને બને આચાર્યોના ચરણમાં ઝુકી પડે.
આમરાજાની પાછલી અવસ્થામાં સૂરિજીએ ગિરનારને મહિમા કહી તેની યાત્રા કરવાની સલાહ આપી. આમરાજાએ એ સાંભળી પ્રતિજ્ઞા કરી કે તેમનાથના દર્શન કરીને જ આહાર લઈશ. બધાએ સમજાવ્યો કે આવી આકરો પ્રતિજ્ઞા ન કરે. ગિરનારજી બહુ દૂર છે. છતાં એણે પ્રતિજ્ઞા ગ્રહણ કરી. મહાનઘ કાઢી મૂરિજી સાથે આમરાજા ગિરનાર તરફ ચાલ્યું. જ્યારે તે ખંભાત આગળ આવે ત્યારે તેનાથી ભૂખે ન રહેવાયું. તે ખુબ આકુળ વ્યાકુળ થયો. પ્રાણુ જવાની તૈયારી થઈ પણ રાજા પ્રતિજ્ઞા કે નહિ. એ વખતે સરિજીએ મંત્ર શક્તિથી અંબિકા દેવીનું આરાધન કર્યું ને અંબિકાદેવીએ ગિરનાર પરથી જિનબિંબ લાવી દર્શન કરાવ્યાં.
રાજાએ તે પછી અન્નપાણું ગ્રહણ કર્યા. ત્યાં આવી શત્રુંજયની યાત્રા કરી ને પછા ગિરનાર આવ્યા. એ વખતે દિગમ્બરોએ ગિરનાનું તીર્થ કબજે કર્યું હતું. તેમણે કહ્યું આ તીર્થ તે મૂળથી અમારું છે માટે તમને ચડવા નહિ દઈએ. અગિયાર રાજાએ પોતાનું લશ્કર લઈ એ વખતે યાત્રા કરવા આવ્યા હતા. આમરાજાને આવી મતાંધતા જોઈ બહુ લાગી આવ્યું ને લડવાને તૈયાર થયે. સારછ કહે, જ્યાં સુધી શાંતિથી તેને નિકાલ થાય ત્યાં સુધી લડવાની જરૂર નથી. તેમણે દિગમ્બરમાંથી ડાહા ડાહ્યા પંડિતેને બોલાવ્યા ને આપણે એ બાબતને આપણી શક્તિથી નિર્ણય કરીએ એમ આમંત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com