SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ હા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન હી અહિંસા પ્રાણરૂપ છે અને આ અહિંસાના વાસ્તવિક પાલન માટે અનેકાંતવાદ આવશ્યક છે. આજના યુગમાં ઉદ્ભવેલા અનેક સંઘર્ષોની સામે અનેકાંતવાદનું યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં આવે તો અનેક સમસ્યાઓનો ઉકેલ આવી શકે. આ અનેકાંતવાદ જીવનમાં વાસ્તવિક રીતે આવી શકે તે માટે મધ્યસ્થતાનો ગુણ અત્યંત આવશ્યક છે. આ મધ્યસ્થતા માટે શ્રી ચિત્રભાનુજીએ “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું કાવ્યમાં કહેવાયું છે. દીન દૂરને ધર્મવિહોણાને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ માર્ગની તો ય સમતા ચિત્ત ધરું. અન્યના મતમાં અનેક ખામીઓ હોય, તેમાં હિંસા આદિ અનેક દોષો રહ્યા હોય તો સન્માર્ગના પ્રવાસી કરુણા લાવી તેને સત્ના પંથે પ્રેરવા પ્રયત્નશીલ બને એના અંતઃકરણમાં એ જીવ પ્રત્યે અપાર વાત્સલ્યભર્યું હોય, પણ આ વાત્સલ્યમાં મમત્વભાવ અને અહંનો સ્પર્શ ન હોય. અન્યના મતમાં રહેલા સત્ય તરફ દૃષ્ટિ હોય, અન્યના મનમાં રહેલા સદ્ગણોને સમજવાની તૈયારી હોય તો વ્યક્તિના જીવનમાં ગુણોનો વિકાસ અવશ્ય થાય. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ અમૃતવેલની સઝાયમાં આ વાત ખૂબ સુંદર રીતે ગૂંથી છે. અન્યમાં પણ વ્યાદિક ગુણો, જે નિજવચન અનુસાર, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિરધાર રે; પાપ નવિ તીવ્રભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે, ઉચિત સ્થિતિ જેઠ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. અનેકાંતવાદની સૈદ્ધાંતિક વાત કરવા છતાં, તેની આંતરિક અનુભૂતિ ન હોવાથી અનેક રીતે ગુણિયલ એવા કેટલા સાધુઓ ગચ્છરાગમાં ફસાઈ ગયા અને અન્ય ગચ્છોના મતને કે વ્યક્તિઓ સાથે વ્યવહાર ન રાખવા સુધીની તીવ્રતા પર પહોંચી ગયા. તે સમયે આ ક્લેશનું નિવારણ કરવા જગદ્ગુરુ શ્રી હીરસૂરિશ્વરજી મહારાજે વિવિધ બોલોવાળો પટ્ટક બહાર પાડી સંઘમાં સૌહાર્દ જળવાઈ રહે એ માટેના પૂર્ણ પ્રયત્નો કર્યા હતા. તેમણે પોતે પવિત્ર અને સમન્વયવાદી જીવન જીવ્યું હતું કે,
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy