________________
Exહાશા સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન દિશા
સાંપ્રત સમસ્યા અહિષ્ણુતાનો પરમ ઉપાયઃ અનેકાંતવાદ
T] ડૉ. અભય દોશી
વર્તમાનવ વિશ્વ અસહિષ્ણુતા-પરમતના તીરસ્કારની આગમાં ભડકે બળી રહ્યું. છે. બીજાઓના મતનો અસ્વીકાર હોઈ શકે, પણ બીજા મત પ્રત્યે તીરસ્કાર - દ્વેષ અને અન્ય મતાલંબીઓ માટે વેર-ઝેર અને ધિક્કારની લાગણીનો ફેલાવો આજના યુગમાં વ્યાપક બન્યો છે. આજના યુદ્ધ-યુગમાં બનતી યુદ્ધ અને આતંકવાદની અનેકાનેક ઘટનાઓના મૂળમાં આજ પરમતઅસહિષ્ણુતા એ જ મુખ્ય સમસ્યા તરીકે ઊભરીને આવી છે. આજની યુવા પેઢીના મનમાં એ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે કે જે ધર્મ વિશ્વમાં શાંતિનો ફેલાવો કરવા સર્જાયા છે, એને સ્થળે આ જ ધર્મો અને મતો મનુષ્ય વચ્ચે યુદ્ધ કેમ પ્રેરે છે?
આના ઉત્તર માટે ઊંડાણમાં જઈ મનોમંથન કરીએ તો સમજાય છે કે “મારો જ ધર્મ સાચો’ એવી કટ્ટર મનોવૃત્તિ આ યુગમાં વ્યાપ્ત અશાંતિ અને અસહિષ્ણુતાનું મુખ્ય કારણ છે. દરેક ધર્મોમાં ક્યાંક ને ક્યાં સત્યનો અંશ રહ્યો છે, દરેક મતમાં સત્યની કોઈક બાજુ છૂપાયેલી છે એવા ઉદારતાવાદી દૃષ્ટિકોણ વિના આ જગતમાં યુદ્ધાનો અંત થવાનો નથી. આ જગતમાં શાંતિને માટે અહિંસાનું આચરણ આવશ્યક છે, પરંતુ આ આચરણ ત્યારે જ વાસ્તવિક બની શકે, જ્યારે તેની ભૂમિકામાં વૈચારિક અહિંસા-અનેકાંતવાદનો સ્વીકાર હોય. જૈનધર્મના મૂળભૂત સિદ્ધાંતોમાં