SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન ન હો અનેક અન્યદર્શનીઓએ તેમના પ્રભાવમાં આવી અહિંસા ધર્મને સ્વીકાર્યો હતો. એકવાર એક હાકેમે કહ્યું કે, તમારા શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યની ઉપર ચંદ્ર છે તો અમારા શાસ્ત્રોમાં લખ્યું છે કે ચંદ્ર નીચે છે અને સૂર્ય ઉપર છે. આ અંગે આપ શું માનો છો? ત્યારે ચતુર એવા હીરસૂરિશ્વરજી મહારાજે જવાબ આપ્યો કે, સૂર્ય ઉપર છે કે ચંદ્ર ઉપર છે એ બેય આપણામાંથી કોઈ એક પણ જઈને નક્કી કરે શકે એમ નથી. એટલે એ બાબત પર વધુ ચર્ચા કરવા કરતાં આપણે વધુ નેક જીવન કેવી રીતે જીવી શકીએ એ અંગે જ વિચારીએ. આમ, હીરસૂરિશ્વરજી મહારાજે હું સાચો કે તમે ખોટા એવા મુસ્લિમ હાકેમ સાથેના વૈચારિક સંઘર્ષને ટાળી, તેને પ્રભુજીવન જીવવાનો સાચો રાહ દર્શાવ્યો. પોતે સાધુજીવનમાં સિદ્ધાંતોમાં કોઈ બાંધછોડ ન કરી, પરંતુ સદેવ અનેકાંતવાદનું પ્રત્યક્ષ જીવનમાં આવરણ કરી સદ્ધધની ગંગા વહાવી. આનંદઘનજીએ મુનિસુવ્રતસ્વમી સ્તવનમાં છ દર્શનના વિવિધ મતોની મર્યાદા દર્શાવીને છેલ્લે જિનેશ્વરદેવના મુખે કહેવડાવ્યું કે આ સર્વે તાર્કિક ચર્ચાઓ છોડી મોક્ષાર્થીએ અંતે આત્મતત્ત્વની પ્રાપ્તિની ધૂન જગવવાની છે. “આતમતત્ત્વ શું રટ મંડો રે.” સર્વે મતો એક જ પરમતત્ત્વ તરફ જાય છે. તેમણે એક પદમાં ગાયું; ‘રામ કહો રહમાન કહો કોઈ, કાન્હ કહો મહાદેવ રી, પારસનાથ કહો, કોઈ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી, ભાજન ભેદ કહાવત નાના, એક પ્રતિકારૂપ રી, તૈસે ખંડ કલ્પનારીપિત, આપ અખંડ સરૂપ રી.” ન્યાયસાગરજી મહારાજે પણ પોતાના સ્તવનમાં આ જ ભાવની અભિવ્યક્તિ કરી છે. આજના સાંપ્રદાયિક વૈમનસ્યના કપરા કાળમાં આ પ્રકારની સમન્વયની વાત કરવી બહુ અઘરી લાગે, પરંતુ આજના યુગની એ અનિવાર્ય આવશ્યકતા છે. ગાંધજીએ પોતે સહિષ્ણુતા અને અન્ય ધર્મોને આદર આપનારી વાત કરી હતી. આશ્રમ ભજનાવલીમાં વિવિધ ધર્મોના ભજનોને સ્થાન મળ્યું છે, એટલું જ નહીં, ગાંધજીએ પોતે વિવિધ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. આ જ વિચારને આગળ વધારતા શ્રી વિનોબા ભાવેએ વિવિધ ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરી તેના સારરૂપ પુસ્તકોનું સર્જન કર્યું છે. વિનોબાના આ પુસ્તકોનું વાચન, પરિશીલન આદિ
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy